મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો - Medi Ae Melyo Sonano Bajothiyo - Gujarati & English Lyrics

મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો,
માં તારો સોના રૂપા નો બાજોઠીયો,

પહેલી તે પોળમાં પેસતા રે સમા સોનીડાના હાટ જો,
સોનીડો લાવે રૂડા ઝૂમણાં રે મારી આંબામાં ને કાજ જો,
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ,…

બીજી તે પોળમાં પેસતા રે સમા વાણીડાના હાટ જો,
વાણીડો લાવે રૂડા ચુંદડી રે મારી ખોડીયાર માં ને કાજ જો ,
ખોડીયાર માં તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો …

ત્રીજી તે પોળમાં પેસતા રે સમા માંણીયારા ના હાટ જો ,
મણિયારો લાવે રૂડા ચૂડલા રે મારી કલકામાં ને કાજ જો ,
કાળકા માં તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો …

ચોથી તે પોળમાં પેસતા રે સમા મળીડા હાટ જો,
મળીડો લાવે રૂડા ઝૂમણાં રે મારી રાંદલ માં ને કાજ જો ,
રાંદલ માં તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ …
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો …

Medi Ae Melyo Sonano Bajothiyo

Medie melyo sonano bajothiyo,
Man taro son rup no bajothiyo,

Paheli te polaman pesat re sam sonidan hat jo,
Sonido lave rud zumanan re mari anbaman ne kaj jo,
Anbik tar te chokaman ude abil gulal … Medie melyo sonano bajothiyo ,…

Biji te polaman pesat re sam vanidan hat jo,
Vanido lave rud chundadi re mari khodiyar man ne kaj jo ,
Khodiyar man tar te chokaman ude abil gulal …
Medie melyo sonano bajothiyo …

Triji te polaman pesat re sam manniyar n hat jo ,
Maniyaro lave rud chudal re mari kalakaman ne kaj jo ,
Kalak man tar te chokaman ude abil gulal … Medie melyo sonano bajothiyo …

Chothi te polaman pesat re sam malid hat jo,
Malido lave rud zumanan re mari randal man ne kaj jo ,
Randal man tar te chokaman ude abil gulal …
Medie melyo sonano bajothiyo …