મે’માન આવ્યા તો ભલેને આવ્યા!
કે’દુની જોતી’તી વાટ રે,
મારે ઘેર મે’માન આવ્યા…
હેલ ભરીને હું તો હાલું ઉતાવળી
હૈયે મારે હરખ ન માય રે,
મારે ઘેર મેમાન આવ્યા…
ઈ રે મે’માનને ઉતારા ઓરડા,
રાજાને મેડિયુંના મોલ રે,
મારે ઘેર મે’માન આવ્યા…
ઈ રે મે’માનને દાતણ દાડમી,
રાજાને કણેરીની કાંબ રે,
મારે ઘેર મે’માન આવ્યા…
ઈ રે મે’માનને નાવણ કુંડિયું,
રાજાને નદિયુંનાં નીર રે,
મારે ઘેર મે’માન આવ્યા…
ઈ રે મે માનને ભોજન લાપસી,
રાજાને કઢિયેલ દૂધ રે,
મારે ઘેર મે’માન આવ્યા…
ઈ રે મે’માનને મુખવાસ એલચી,
રાજાને પાન પચાસ રે,
મારે ઘેર મેમાન આવ્યા…
ઈ રે મે માનને પોઢણ ઢોલિયા,
રાજાને હિંડોળા ખાટ રે,
મારે ઘેર મમાન આવ્યા…
Me’maan Aavya Te Bhale Ne Aavya
Me’man avya to bhalene avya!
Ke’duni joti’ti vat re,
Mare gher me’man avya…
Hel bharine hun to halun utavali
Haiye mare harakh n maya re,
Mare gher meman avya…
I re me’manane utar orada,
Rajane mediyunna mol re,
Mare gher me’man avya…
I re me’manane datan dadami,
Rajane kanerini kanba re,
Mare gher me’man avya…
I re me’manane navan kundiyun,
Rajane nadiyunnan nir re,
Mare gher me’man avya…
I re me manane bhojan lapasi,
Rajane kadhiyel dudh re,
Mare gher me’man avya…
I re me’manane mukhavas elachi,
Rajane pan pachas re,
Mare gher meman avya…
I re me manane podhan dholiya,
Rajane hindol khat re,
Mare gher maman avya…