મેં તો ઓઢણાં મંગાવ્યાં - Men to Odhanan Mangavyan - Lyrics

મેં તો ઓઢણાં મંગાવ્યાં

મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં
ને એણે આણ્યું કપાસનું ફૂલ.

  નેહથી મેં ઝાઝી વાત માંડી તો વળતામાં         

આંખનો ઈશારો એણે કીધો,
ઝાઝાં ફૂલ મેં જઈ દીધાં, વ્હાલાએ એક
ફોરમનો પ્યાલો પાઈ પીધો;

  લાખેણી જીદ મારી ચાલી ના, એક એના        

સ્મિતમાં સો વાત થૈ કબૂલ.

  મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં          

ને એણે આણ્યું કપાસનું ફૂલ.

  સપનું મેં રાતભરી જોયું ને એણે એક          

મીટ મહીં સમજાવ્યો સાર,
લખ રે ચકરાવે હું ભમતી’તી, એણે લીધું
હાથમાં સુકાન, બેડો પાર;

 એક રે સિતારો મેં માગ્યો'તો, આપ્યું એણે       

આખું આકાશ આ અમૂલ.

  મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં         

ને એણે આણ્યું કપાસનું ફૂલ.

  (૧૯૬૨)

-હરીન્દ્ર દવે


Men to Odhanan Mangavyan

Men to odhanan mangavyan bhali bhatanan
Ne ene anyun kapasanun fula.

  nehathi men zazi vat mandi to valataman         

Ankhano isharo ene kidho,
zazan ful men jai didhan, vhalae ek
Foramano pyalo pai pidho;

  lakheni jid mari chali na, ek en        

Smitaman so vat thai kabula.

  men to odhanan mangavyan bhali bhatanan          

Ne ene anyun kapasanun fula.

  sapanun men ratabhari joyun ne ene ek          

Mit mahin samajavyo sara,
lakh re chakarave hun bhamati’ti, ene lidhun
Hathaman sukana, bedo para;

 ek re sitaro men magyo'to, apyun ene       

Akhun akash a amula.

  men to odhanan mangavyan bhali bhatanan         

Ne ene anyun kapasanun fula.

  (1962)

-harindra dave

Source: Mavjibhai