મિલનના દીપક
મિલનના દીપક સૌ બુઝાઈ ગયાં છે
વિરહના તિમિર પણ ગહન થઈ ગયાં છે
અભાગી નયન વાટ કોની જુએ છે
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે
મિલનના દીપક સૌ…
અમારા સ્વપનનું એ સદ્ભાગ્ય ક્યાંથી
સ્વપનમાં રહેલાં સુખો થાય સાચા કે
આ વાસ્તવિક જગનાં સાચા સુખો પણ
અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે
મિલનના દીપક સૌ…
ઘણાંયે દુઃખો એ રીતે પણ મળ્યાં છે
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું
ઘણીયે વખત નીંદમાં સૂઈ રહ્યો છું
અને બંધ આંખે રુદન થઈ ગયાં છે
મિલનના દીપક સૌ…
નથી મેળવાતી ખુશી સંપત્તિથી
આ મોજાં રડીને કહે છે જગતને
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે
સમુન્દરનાં ખારાં જીવન થઈ ગયાં છે
મિલનના દીપક સૌ…
પ્રણયમાં મેં પકડ્યા’તા તમારા જે પાલવ
પ્રણયની પછી પણ મને કામ આવ્યા
પ્રસંગો ઉપરના એ પરદા બન્યાં છે
ઉમંગો ઉપરના કફન થઈ ગયાં છે
મિલનના દીપક સૌ…
કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને
બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે
મળ્યા દર્દ અમને જે એના તરફથી
અમારા તરફથી કવન થઈ ગયાં છે
મિલનના દીપક સૌ…
मिलनना दीपक
मिलनना दीपक सौ बुझाई गयां छे
विरहना तिमिर पण गहन थई गयां छे
अभागी नयन वाट कोनी जुए छे
हतां सत्य जे ए स्वपन थई गयां छे
मिलनना दीपक सौ…
अमारा स्वपननुं ए सद्भाग्य क्यांथी
स्वपनमां रहेलां सुखो थाय साचा के
आ वास्तविक जगनां साचा सुखो पण
अमारा नसीबे स्वपन थई गयां छे
मिलनना दीपक सौ…
घणांये दुःखो ए रीते पण मळ्यां छे
के जेने कदी जोई पण ना शक्यो हुं
घणीये वखत नींदमां सूई रह्यो छुं
अने बंध आंखे रुदन थई गयां छे
मिलनना दीपक सौ…
नथी मेळवाती खुशी संपत्तिथी
आ मोजां रडीने कहे छे जगतने
भीतरमां ज मोती भर्यां छे छतांये
समुन्दरनां खारां जीवन थई गयां छे
मिलनना दीपक सौ…
प्रणयमां में पकड्या’ता तमारा जे पालव
प्रणयनी पछी पण मने काम आव्या
प्रसंगो उपरना ए परदा बन्यां छे
उमंगो उपरना कफन थई गयां छे
मिलनना दीपक सौ…
कवि-दिल विना प्रकृतिना सितमने
बीजुं कोण ‘बेफाम’ सुंदर बनावे
मळ्या दर्द अमने जे एना तरफथी
अमारा तरफथी कवन थई गयां छे
मिलनना दीपक सौ…
Milanana Dipaka
Milanana dipak sau buzai gayan chhe
Virahana timir pan gahan thai gayan chhe
Abhagi nayan vat koni jue chhe
Hatan satya je e svapan thai gayan chhe
Milanana dipak sau…
Amara svapananun e sadbhagya kyanthi
Svapanaman rahelan sukho thaya sacha ke
A vastavik jaganan sacha sukho pana
Amara nasibe svapan thai gayan chhe
Milanana dipak sau…
Ghananye duahkho e rite pan malyan chhe
Ke jene kadi joi pan na shakyo hun
Ghaniye vakhat nindaman sui rahyo chhun
Ane banda ankhe rudan thai gayan chhe
Milanana dipak sau…
Nathi melavati khushi sanpattithi
A mojan radine kahe chhe jagatane
Bhitaraman j moti bharyan chhe chhatanye
Samundaranan kharan jivan thai gayan chhe
Milanana dipak sau…
Pranayaman men pakadya’ta tamara je palava
Pranayani pachhi pan mane kam avya
Prasango uparana e parada banyan chhe
Umango uparana kafan thai gayan chhe
Milanana dipak sau…
Kavi-dil vina prakrutina sitamane
Bijun kon ‘befama’ sundar banave
Malya darda amane je ena tarafathi
Amara tarafathi kavan thai gayan chhe
Milanana dipak sau…
Milananā dīpaka
Milananā dīpak sau buzāī gayān chhe
Virahanā timir paṇ gahan thaī gayān chhe
Abhāgī nayan vāṭ konī jue chhe
Hatān satya je e svapan thaī gayān chhe
Milananā dīpak sau…
Amārā svapananun e sadbhāgya kyānthī
Svapanamān rahelān sukho thāya sāchā ke
Ā vāstavik jaganān sāchā sukho paṇa
Amārā nasībe svapan thaī gayān chhe
Milananā dīpak sau…
Ghaṇānye duahkho e rīte paṇ maḷyān chhe
Ke jene kadī joī paṇ nā shakyo hun
Ghaṇīye vakhat nīndamān sūī rahyo chhun
Ane banḍa ānkhe rudan thaī gayān chhe
Milananā dīpak sau…
Nathī meḷavātī khushī sanpattithī
Ā mojān raḍīne kahe chhe jagatane
Bhītaramān j motī bharyān chhe chhatānye
Samundaranān khārān jīvan thaī gayān chhe
Milananā dīpak sau…
Praṇayamān men pakaḍyā’tā tamārā je pālava
Praṇayanī pachhī paṇ mane kām āvyā
Prasango uparanā e paradā banyān chhe
Umango uparanā kafan thaī gayān chhe
Milananā dīpak sau…
Kavi-dil vinā prakṛutinā sitamane
Bījun koṇ ‘befāma’ sundar banāve
Maḷyā darda amane je enā tarafathī
Amārā tarafathī kavan thaī gayān chhe
Milananā dīpak sau…
Source : સ્વરઃ મહમદ રફી
ગીતઃ બરકત વિરાણી ‘બેફામ’
સંગીત: દિલીપ ધોળકીયા
ચિત્રપટઃ સ્નેહ બંધન (૧૯૬૭)