મોરના પીંછડાંવાળો રે - Moranā Pīnchhaḍānvāḷo Re - Lyrics

મોરના પીંછડાંવાળો રે

મોરના પીંછડાંવાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો

મુગટ છે એનો રે રૂપાળો
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો

માથે મુગટ એણે પહેર્યું પીતાંબર
ગુંજાનો હાર રઢિયાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો…

ખંભે છે કામળી ને હાથમાં છે લાકડી
મીઠી મીઠી મોરલીવાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો…

નરસૈયાંના નાથને નજરે નિહાળતાં
આવે છે ઉરમાં ઉછાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો રે
કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો…


Moranā pīnchhaḍānvāḷo re

Moranā pīnchhaḍānvāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo
Moranā pīnchhaḍānvāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo

Mugaṭ chhe eno re rūpāḷo
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo
Moranā pīnchhaḍānvāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo

Māthe mugaṭ eṇe paheryun pītānbara
Gunjāno hār raḍhiyāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo
Moranā pīnchhaḍānvāḷo…

Khanbhe chhe kāmaḷī ne hāthamān chhe lākaḍī
Mīṭhī mīṭhī moralīvāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo
Moranā pīnchhaḍānvāḷo…

Narasaiyānnā nāthane najare nihāḷatān
Āve chhe uramān uchhāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo re
Kānuḍo olyo moranā pīnchhaḍānvāḷo
Moranā pīnchhaḍānvāḷo…

Source: Mavjibhai