મોરલો બોલ્યો, હે બોલ્યો બોલ્યો રે - Morlo Bolyo, He Bolyo Bolyo Re - Gujarati & English Lyrics

મોરલો બોલ્યો, હે બોલ્યો બોલ્યો રે
મારા મૈયરનો
મારા મૈયરનો ને મારા રે પિયરનો
મોરલો બોલ્યો…

મોરલા તને ઉતારા દેશું ઓરડા
હે મોરલા તને દેશું કાઈ મેડિયુંના મોલ રે
મોરલો બોલ્યો…

મોરલા તને છૂટું જમાડું ચુરમું
હે મોરલા તને ખોબલે પીરશું ખાંડ રે
મોરલો બોલ્યો…

મોરલા તું તો રંગે રૂપે સોહામણો
હે મોરલા તારો સરવા લાગે સાદ રે
મોરલો બોલ્યો…

મોરલા તારી સોને મઢાવું પાંખડી
હૈ મોરલા તારી હીરલે જડાવું ચાંચ રે
મોરલો બોલ્યો…

Morlo Bolyo, He Bolyo Bolyo Re

Moralo bolyo, he bolyo bolyo re
Mar maiyarano
Mar maiyarano ne mar re piyarano
Moralo bolyo…

Moral tane utar deshun orada
He moral tane deshun kai mediyunna mol re
Moralo bolyo…

Moral tane chhutun jamadun churamun
He moral tane khobale pirashun khanda re
Moralo bolyo…

Moral tun to range rupe sohamano
He moral taro sarav lage sad re
Moralo bolyo…

Moral tari sone madhavun pankhadi
Hai moral tari hirale jadavun chancha re
Moralo bolyo…