મોરનાં પીછાં વાળો કાનુડો - Morna Pichha valo Kanudo - Gujarati & English Lyrics

મોરનાં પીછાં વાળો કાનુડો એ… મોરનાં
મુગટ એનો છે રુપાળો… કાનુડો.

કાને કુંડળ અને પહેર્યું પીતાંબર,
ગુંજાતો હાર રઢિયાળો… કાનુડો.

હાથે લાકડી ને ખભે કામળી,
મીઠી મીઠી મોરલી વાળો… કાનુડો.

આહિરના છોકરાની સાથે તે આવતો,
ગાયો ચારે છે ગોવાળો… કાનુડો.

ગોવિંદના નાથના દર્શનિયા કરતા,
આવે છે પ્રેમનો ઉછાળો… કાનુડો.

Morna Pichha valo Kanudo

Moranān pīchhān vāḷo kānuḍo e… Moranān
Mugaṭ eno chhe rupāḷo… Kānuḍo.

Kāne kunḍaḷ ane paheryun pītānbara,
Gunjāto hār raḍhiyāḷo… Kānuḍo.

Hāthe lākaḍī ne khabhe kāmaḷī,
Mīṭhī mīṭhī moralī vāḷo… Kānuḍo.

Āhiranā chhokarānī sāthe te āvato,
Gāyo chāre chhe govāḷo… Kānuḍo.

Govindanā nāthanā darshaniyā karatā,
Āve chhe premano uchhāḷo… Kānuḍo.

Divya Publication. (2020). કિર્તન સાગર

મોરના પિછાવાળો રે કાનુડો ઓલ્યો-હંસાબેન યાદવ / Morna Pichha Valo re Kanudo olyo: Hansaben Yadav. (2022, March 18). YouTube