મોસાળા આવિયાં - Mosāḷā Aviyān - Lyrics

મોસાળા આવિયાં

(મોસાળું)

ઊંચી ચડે ને નીચી ઊતરે રે
બેની જુએ વીરાજીની વાટ
નણંદે તે દીધું મેણલું રે
ભાભી ન આવ્યો તમારલો વીર
કસરે છૂટે ને વેણ મોકળી રે
આંસુએ ભીંજવ્યા છે ચીર
દિયરે દીધી વધામણી રે
ભાભી આવ્યો તમારલો વીર

મોસાળાં આવિયાં

કસરે બાંધી ને વેણ ચોસરી રે
હૈયૈ હરખ ન માય
મોસાળાં આવિયાં

ઝબક્યાં તે વેલના કાંગરાં રે
ઝબક્યાં ધોરીડાંના શીંગ
મોસાળાં આવિયાં

ઝબકી વીરાની પાઘડી રે
ઝબક્યાં ભાભીના ચીર
મોસાળાં આવિયાં

ઝબક્યો મોતીજડ્યો મોડિયો રે
ઝળહળી મોસાળાંની છાબ
મોસાળાં આવિયાં

ઘડ રે લુહાર, ઘડ દીવડો
હું તો મેલીશ માંડવા હેઠ
મોસાળાં આવિયાં

ઢાળો રે માંડવડે ઢોલિયા રે
હું તો બેસીશ વીરાજીની જોડ
મોસાળાં આવિયાં

વીરો મોસાળાં લાવિયો રે
વીરો વરસ્યો છે માંડવા હેઠ
મોસાળાં આવિયાં

ભાભીએ મોસાળાની છાબ ભરી
બેની વધાવો તમે છાબ
મોસાળાં આવિયાં


Mosāḷā Aviyān

(mosāḷun)

Ūnchī chaḍe ne nīchī ūtare re
Benī jue vīrājīnī vāṭa
Naṇande te dīdhun meṇalun re
Bhābhī n āvyo tamāralo vīra
Kasare chhūṭe ne veṇ mokaḷī re
Ānsue bhīnjavyā chhe chīra
Diyare dīdhī vadhāmaṇī re
Bhābhī āvyo tamāralo vīra

Mosāḷān āviyān

Kasare bāndhī ne veṇ chosarī re
Haiyai harakh n māya
Mosāḷān āviyān

Zabakyān te velanā kāngarān re
Zabakyān dhorīḍānnā shīnga
Mosāḷān āviyān

Zabakī vīrānī pāghaḍī re
Zabakyān bhābhīnā chīra
Mosāḷān āviyān

Zabakyo motījaḍyo moḍiyo re
Zaḷahaḷī mosāḷānnī chhāba
Mosāḷān āviyān

Ghaḍ re luhāra, ghaḍ dīvaḍo
Hun to melīsh mānḍavā heṭha
Mosāḷān āviyān

Ḍhāḷo re mānḍavaḍe ḍholiyā re
Hun to besīsh vīrājīnī joḍa
Mosāḷān āviyān

Vīro mosāḷān lāviyo re
Vīro varasyo chhe mānḍavā heṭha
Mosāḷān āviyān

Bhābhīe mosāḷānī chhāb bharī
Benī vadhāvo tame chhāba
Mosāḷān āviyān

Source: Mavjibhai