મુરલી વાગી રે મારા શ્યામની - Murali Vagi Re Mara Shyamani - Gujarati

મુરલી વાગી રે મારા શ્યામની

નિજનો શ્વાસ ભરે છે માધવ
કાષ્ટતણી મુરલીના તનમાં
કોણ બિરાજે હું કે મુરલી
માધવના અંતર-આસનમાં
ચલ, ચંચલ મન નિશ્ચલ થઈજા,
ચલ યમુનાને તીર
ઘટ ખાલી લઈને જ્યાં બેઠી
ગોપી ઘેલી અધીર

મુરલી વાગી રે… મારા શ્યામની
કેમે કરીને મારો લાગે ના જીવ ક્યાંયે
ઓ…
હું તો હવે ના રહી કોઈના ય કામની
મુરલી વાગી રે… મારા શ્યામની

આફુડો જાય ઊડી જીવ જમનાને તટ
મેલવી છે મારે અવ અમથી આ ખટપટ
ભલી મારી જાત ભલો ગિરધર નટખટ
રટના લાગી છે મને એના એક નામની
મુરલી વાગી રે… મારા શ્યામની

વૃન્દા તે વનની મહોરી વનરાયુંમાં
ઘૂમવાનું રાત દિન સૂની સૂની ખાયુંમાં
આવી રહે હોઠ ઉપર હૈયે જે માયું ના
હું તો સદાની હવે શ્યામની, શ્યામની રે
મુરલી વાગી રે… મારા શ્યામની
મારા શ્યામની, મારા શ્યામની


मुरली वागी रे मारा श्यामनी

निजनो श्वास भरे छे माधव
काष्टतणी मुरलीना तनमां
कोण बिराजे हुं के मुरली
माधवना अंतर-आसनमां
चल, चंचल मन निश्चल थईजा,
चल यमुनाने तीर
घट खाली लईने ज्यां बेठी
गोपी घेली अधीर

मुरली वागी रे… मारा श्यामनी
केमे करीने मारो लागे ना जीव क्यांये
ओ…
हुं तो हवे ना रही कोईना य कामनी
मुरली वागी रे… मारा श्यामनी

आफुडो जाय ऊडी जीव जमनाने तट
मेलवी छे मारे अव अमथी आ खटपट
भली मारी जात भलो गिरधर नटखट
रटना लागी छे मने एना एक नामनी
मुरली वागी रे… मारा श्यामनी

वृन्दा ते वननी महोरी वनरायुंमां
घूमवानुं रात दिन सूनी सूनी खायुंमां
आवी रहे होठ उपर हैये जे मायुं ना
हुं तो सदानी हवे श्यामनी, श्यामनी रे
मुरली वागी रे… मारा श्यामनी
मारा श्यामनी, मारा श्यामनी


Murali Vagi Re Mara Shyamani

Nijano shvas bhare chhe madhav
kashtatani muralina tanaman
Kon biraje hun ke murali
madhavana antara-asanaman
Chala, chanchal man nishchal thaija,
chal yamunane tira
Ghat khali laine jyan bethi
gopi gheli adhira

Murali vagi re… mara shyamani
Keme karine maro lage na jiv kyanye
O…
Hun to have na rahi koina ya kamani
Murali vagi re… mara shyamani

Afudo jaya udi jiv jamanane tata
Melavi chhe mare av amathi a khatapata
Bhali mari jat bhalo giradhar natakhata
Ratana lagi chhe mane ena ek namani
Murali vagi re… mara shyamani

Vrunda te vanani mahori vanarayunman
Ghumavanun rat din suni suni khayunman
Avi rahe hoth upar haiye je mayun na
Hun to sadani have shyamani, shyamani re
Murali vagi re… mara shyamani
Mara shyamani, mara shyamani


Muralī vāgī re mārā shyāmanī

Nijano shvās bhare chhe mādhav
kāṣhṭataṇī muralīnā tanamān
Koṇ birāje hun ke muralī
mādhavanā antara-āsanamān
Chala, chanchal man nishchal thaījā,
chal yamunāne tīra
Ghaṭ khālī laīne jyān beṭhī
gopī ghelī adhīra

Muralī vāgī re… mārā shyāmanī
Keme karīne māro lāge nā jīv kyānye
O…
Hun to have nā rahī koīnā ya kāmanī
Muralī vāgī re… mārā shyāmanī

Āfuḍo jāya ūḍī jīv jamanāne taṭa
Melavī chhe māre av amathī ā khaṭapaṭa
Bhalī mārī jāt bhalo giradhar naṭakhaṭa
Raṭanā lāgī chhe mane enā ek nāmanī
Muralī vāgī re… mārā shyāmanī

Vṛundā te vananī mahorī vanarāyunmān
Ghūmavānun rāt din sūnī sūnī khāyunmān
Āvī rahe hoṭh upar haiye je māyun nā
Hun to sadānī have shyāmanī, shyāmanī re
Muralī vāgī re… mārā shyāmanī
Mārā shyāmanī, mārā shyāmanī


Source : સ્વરઃ સુધા મલ્હોત્રા