મુસાફિરને આજે - Musafirane Aje - Lyrics

મુસાફિરને આજે

મુસાફિરને આજે દિશાઓ નડે છે, વિકલ્પો નડે છે, વિસામો નડે છે
ન હો જો કશું તો અભાવો નડે છે, મળે જો બધું તો સ્વભાવો નડે છે

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો ના ભૂલી શક્યો જે બનાવો નડે છે
નવા નેત્રથી એને જોવું છે જીવન ઊગી છે જે આંખે અમાસો નડે છે

તને તારું જીવન ફરી પાછું દેતાં હવે એને થોડા લગાવો નડે છે
મુસાફિરને આજે દિશાઓ નડે છે, વિકલ્પો નડે છે, વિસામો નડે છે
(૨૦૦૫)

-હિમાંશુ ભટ્ટ


Musafirane Aje

Musafirane aje dishao nade chhe, vikalpo nade chhe, visamo nade chhe
N ho jo kashun to abhavo nade chhe, male jo badhun to swabhavo nade chhe

Lai e fare chhe hrudayaman divalo n bhuli shakyo je banavo nade chhe
Nav netrathi ene jovun chhe jivan ugi chhe je ankhe amaso nade chhe

Tane tarun jivan fari pachhun detan have ene thod lagavo nade chhe
Musafirane aje dishao nade chhe, vikalpo nade chhe, visamo nade chhe
(2005)

-Himanshu Bhatṭa