નૈનોમાં નાચે મોરલાં - Nainoman Nache Moralan - Gujarati

નૈનોમાં નાચે મોરલાં

નૈનોમાં નાચે મોરલાં
હૈયામાં નાચે કોણ છાનું છાનું
દિવસના આવે સોણલાં
સ્મરણોમાં નાચે કોણ છાનું છાનું

કોઈ કહે આતમ નાચે છે
કોઈ કહે પ્રીતમ નાચે છે
પ્રીતિના વરસે મેહુલા
વાદળમાં નાચે કોણ છાનું છાનું

કોઈના મદ લોચન નાચે છે
કોઈના નવ યૌવન નાચે છે
આનંદે નાચે એકલા
ને સંગે નાચે કોણ છાનું છાનું


नैनोमां नाचे मोरलां

नैनोमां नाचे मोरलां
हैयामां नाचे कोण छानुं छानुं
दिवसना आवे सोणलां
स्मरणोमां नाचे कोण छानुं छानुं

कोई कहे आतम नाचे छे
कोई कहे प्रीतम नाचे छे
प्रीतिना वरसे मेहुला
वादळमां नाचे कोण छानुं छानुं

कोईना मद लोचन नाचे छे
कोईना नव यौवन नाचे छे
आनंदे नाचे एकला
ने संगे नाचे कोण छानुं छानुं


Nainoman Nache Moralan

Nainoman nache moralan
Haiyaman nache kon chhanun chhanun
Divasana ave sonalan
Smaranoman nache kon chhanun chhanun

Koi kahe atam nache chhe
Koi kahe pritam nache chhe
Pritina varase mehula
Vadalaman nache kon chhanun chhanun

Koina mad lochan nache chhe
Koina nav yauvan nache chhe
Anande nache ekala
Ne sange nache kon chhanun chhanun


Nainomān nāche moralān

Nainomān nāche moralān
Haiyāmān nāche koṇ chhānun chhānun
Divasanā āve soṇalān
Smaraṇomān nāche koṇ chhānun chhānun

Koī kahe ātam nāche chhe
Koī kahe prītam nāche chhe
Prītinā varase mehulā
Vādaḷamān nāche koṇ chhānun chhānun

Koīnā mad lochan nāche chhe
Koīnā nav yauvan nāche chhe
Ānande nāche ekalā
Ne sange nāche koṇ chhānun chhānun


Source : સ્વરઃ ઝોહરાબાઈ અંબાલાવાલી
ગીતઃ કવિ મનસ્વી પ્રાંતિજવાળા
સંગીતઃ છન્નાલાલ ઠાકુર
ચિત્રપટઃ વીણાવેલી (૧૯૪૯)