નમું તને, પથ્થરને? - Namun Tane, Paththarane? - Lyrics

નમું તને, પથ્થરને?

નમું તને, પથ્થરને? નહીં, નહીં
શ્રદ્ધા તણા આસનને નમું નમું
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી

કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો

મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં
શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં, બધે જ તું

તને નમું, પથ્થરનેય હું નમું
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’


Namun Tane, Paththarane?

Namun tane, paththarane? Nahin, nahin
shraddha tan asanane namun namun
jyan manavinan shishu antaroni
shraddhabhari pavan archan ṭhari

ke mukṭa tallin prabhupramattani
ankho jahin premalat zari zari
tun manavin manaman vasyo ane
taneya a manav manave karyo

manushyani manavatani jit a
thayel bhali ahin, tehane namun
tun kashṭhaman, paththara, vruksha, sarvaman
shraddha ṭhari jyan jai tyan, badhe j tun

tane namun, paththaraneya hun namun
shraddha tanun asan jyan namun tahin

-tribhuvanadas purushottamadas luhar ‘sundaram’

Source: Mavjibhai