નાનકડી નારનો મેળો
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં તેજનાં ટશિયા ફૂટે રે લોલ
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં ખીલેથી વાછડાં છૂટે રે લોલ
હાલોને સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું રે લોલ
આખાબોલું તે અલ્લડ જોબનિયું હૈયે ફાગણિયો ફોરે રે લોલ
ઘૂમટો તાણીને હાલો ઉતાવળાં ઘરડાં બેઠા છે ગામચોરે રે લોલ
હાલોને સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું રે લોલ
નેણના નેવાંને ઊટકે આંજણિયાં હથેળી હેલને માંજે રે લોલ
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું એકબીજાને ગાંજે રે લોલ
હાલોને સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું રે લોલ
સાસુએ માગ્યાં ઊના પાણી ને સસરે દાતણ માગ્યું રે લોલ
કાચી નીંદરને કાંઠેથી સપનું મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ
હાલોને સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું રે લોલ
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં તેજનાં ટશિયા ફૂટે રે લોલ
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો આપણી વાતું નો ખૂટે રે લોલ
હાલોને સહિયર પાણીડાં જઈએ વીરડે વાતું કરશું રે લોલ
-વેણીભાઈ પુરોહિત
Nanakadi Narano Melo
Halo parodhiye kholyan chhe popachan tejanan ṭashiya fute re lola
Ghammar valone gaje gorasiyan khilethi vachhadan chhute re lola
Halone sahiyar panidan jaie virade vatun karashun re lola
Akhabolun te allad jobaniyun haiye faganiyo fore re lola
Ghumato tanine halo utavalan gharadan beth chhe gamachore re lola
Halone sahiyar panidan jaie virade vatun karashun re lola
Nenan nevanne uṭake anjaniyan hatheli helane manje re lola
Chakachakati chuni ne chakachakatun bedalun ekabijane ganje re lola
Halone sahiyar panidan jaie virade vatun karashun re lola
Sasue magyan un pani ne sasare datan magyun re lola
Kachi nindarane kanthethi sapanun muththi valine bhagyun re lola
Halone sahiyar panidan jaie virade vatun karashun re lola
Halo parodhiye kholyan chhe popachan tejanan ṭashiya fute re lola
Melo jamyo chhe ahin nanakadi narano apani vatun no khute re lola
Halone sahiyar panidan jaie virade vatun karashun re lola
-venibhai purohita
Source: Mavjibhai