નણદલના વીર વિના એકલા - Nandalna Vir Vina Ekla - Gujarati & English Lyrics

નણદલના વીર વિના એકલાં જી રે,
સૂના મંદિર ખાવા ધાય હો જી રે,
કે’દુની જોતી’તી વાટ, વે’લા વાલમ ઘેર આવજો

ઉતારા દેશું તમને ઓરડા જી રે
દેશું કાંઈ મેડિયુંના મોલ હો જી રે
કે 'દુની જાતી’તી વાટ…

પોઢણ દેશું તમને ઢોલિયા જી રે
દેશું કાંઈ હિંડોળા ખાટ હો જી રે
કે’દુની જોતી’તી વાટ

ભોજન દેશું તમને લાપસી જી રે
દેશું કાંઈ કઢિયેલાં દૂધ હો જી રે
કે’દુની જોતી’તી વાટ…

મુખવાસ દેશું તમને એલચી જી રે
દેશું કાંઈ બીડલાં પાન હો જી રે
કે’દુની જાતી તો વાટ

Nandalna Vir Vina Ekla

Nanadalan vir vin ekalan ji re,
Sun mandir khav dhaya ho ji re,
Ke’duni joti’ti vaṭa, ve’l valam gher avajo

Utar deshun tamane orad ji re
Deshun kani mediyunna mol ho ji re
Ke 'duni jati’ti vaṭa…

Podhan deshun tamane dholiya ji re
Deshun kani hindol khat ho ji re
Ke’duni joti’ti vaṭa

Bhojan deshun tamane lapasi ji re
Deshun kani kadhiyelan dudh ho ji re
Ke’duni joti’ti vaṭa…

Mukhavas deshun tamane elachi ji re
Deshun kani bidalan pan ho ji re
Ke’duni jati to vaṭa

નણદલના વીર વિના એકલા હો જી રે : કાનજીભાઈ ચારણ / Nandalna vir vina ekla-Kanjibhai Charan. (2022, April 29). YouTube