નથી મેળવાતી ખુશી સંપત્તિથી - Nathi Melavati Khushi Sanpattithi - Lyrics

નથી મેળવાતી ખુશી સંપત્તિથી

નથી મેળવાતી ખુશી સંપત્તિથી
આ મોજા રડીને કહે છે જગતને
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાં યે
સમુદ્રોના ખારાં જીવન થઈ ગયાં છે

ઘણાં યે દુઃખો એ રીતે પણ મળ્યા છે
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું
ઘણી ય વખત નીંદરમાં સૂઈ રહ્યો છું
અને બંધ આંખે રુદન થઈ ગયાં છે

અમારાં સ્વપનનું એ સદ્‌ભાગ્ય એ ક્યાંથી
સ્વપનમાં રહેલા સુખો થાય સાચાં
કે વાસ્તવિક જગનાં સાચાં સુખો પણ
અમારે નસીબે સ્વપન થઈ ગયાં છે

કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને
બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે
મળ્યાં દર્દ અમને જે એના તરફથી
અમારા તરફથી કવન થઈ ગયાં છે

-બરકત વિરાણી ‘બેફામ’


Nathi Melavati Khushi Sanpattithi

Nathi melavati khushi sanpattithi
A moj radine kahe chhe jagatane
Bhitaraman j moti bharyan chhe chhatan ye
Samudron kharan jivan thai gayan chhe

Ghanan ye duahkho e rite pan malya chhe
Ke jene kadi joi pan n shakyo hun
Ghani ya vakhat nindaraman sui rahyo chhun
Ane bandha ankhe rudan thai gayan chhe

Amaran swapananun e sadbhagya e kyanthi
Svapanaman rahel sukho thaya sachan
Ke vastavik jaganan sachan sukho pana
Amare nasibe swapan thai gayan chhe

Kavi dil vin prakrutin sitamane
Bijun kon ‘befama’ sundar banave
Malyan darda amane je en tarafathi
Amar tarafathi kavan thai gayan chhe

-barakat virani ‘befama’

Source: Mavjibhai