નયણાં - Nayanan -Lyrics

નયણાં

ઊના રે પાણીના અદ્ભુત માછલાં-
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ;

સાચાં તો યે કાચાં જાણે કાચનાં બે કાચલાં:
ઊના રે પાણીના અદ્ભુત માછલાં.

સાત રે સમંદર એના પેટમાં-
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:

સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:
ઊના રે પાણીના અદ્ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:

ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં
ઊના રે પાણીના અદ્ભુત માછલાં.

-વેણીભાઈ પુરોહિત


Nayanan

Un re panin adbhut machhalan-
Eman asamani bheja,
Eman atamanan teja;

Sachan to ye kachan jane kachanan be kachalan:
Un re panin adbhut machhalan.

Sat re samandar en peṭaman-
Chhani vadavanalani aga,
Ane pote chhichharan ataga:

Sapanan alote eman chhoru thaine chagalan:
Un re panin adbhut machhalan.

Jalan div ne jalaman zalahale,
Koi din ranga ne vilasa,
Koi din prabhu tari pyasa:

Zer ne amarat eman agalan ne pachhalan
Un re panin adbhut machhalan.

-venibhai purohita

Source: Mavjibhai