નિર્દોષ પંખીને
(મંદાક્રાંતા)
તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો
છૂટયો તે, ને અરરર પડી ફાળ હૈયા મહીં તો
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મારા જ થી આ
પાણી છાંટ્યું દિલ ધડકતે તો ય ઊડી શક્યું ના
ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો
આહા! કિન્તુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ
મૃત્યુ થાશે, જીવ ઊગરશે, કોણ જાણી શકે એ
જીવ્યું,આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને
આ વાડીનાં મધુર ફળને ચાખવાને ફરીને
રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મારી ન આવે
આવે તોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને
રે રે! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે
-કલાપી
Nirdosh Pankhine
(mandakranta)
Te pankhini upar patharo fekatan feki didho
Chhuṭayo te, ne ararar padi fal haiya mahin to
Re re! Lagyo dil par ane shvas rundhai jatan
Niche avyun taru uparathi pankha dhili thatanman
Men palyun te tarafadi mare hasṭa mar j thi a
Pani chhantyun dil dhadakate to ya udi shakyun na
Kyanthi uthe? jakham dilano krur haste karelo
Kyanthi uthe? Hrudaya kumalun chhek tenun ahoho
Aha! Kintu kal utarine ankha to ughadi e
Mrutyu thashe, jiv ugarashe, kon jani shake e
Jivyun,aha! madhur gamatan git gav farine
A vadinan madhur falane chakhavane farine
Re re! kintu fari kadi have pas mari n ave
Ave toye dari dari ane ichchhatun udavane
Re re! shraddha gat thai pachhi koi kale n ave
Lagya ghane visari shakav kani samarthya n chhe
-kalapi
Source: Mavjibhai