નીત નીત લાછવર લક્ષણ રૂડાં, મોટેરાં થઈએ રે ત્યમ બોલીએ રૂડાં,
માત યશોદા જાણે રે માહારો લાડકો પુત્ર, વાહાલાજીએ ઠામ ઠામ માંડ્યાં ઘરસૂત્ર.
જેહનું બ્રહ્માદિક ધ્યાન ધરે સુર મુનિ ગાયે, દૃષ્ટિ પડી નાચ્ય વિના રમી ન જાયે.
શીખ દેતાં દુભાશો મા શામળા કાહાન, નરસિંહાએ એ નાર્યને દીધું સનમાન.
Nit Nit Lachhavar Laxan Ruda
Nit nit lachhavar lakshan rudan, moteran thaie re tyam bolie rudan,
Mat yashod jane re maharo ladako putra, vahalajie tham tham mandyan gharasutra.
Jehanun brahmadik dhyan dhare sur muni gaye, drushti padi nachya vin rami n jaye.
Shikh detan dubhasho m shamal kahana, narasinhae e naryane didhun sanamana.
– નરસિંહ મહેતા