ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે બંધાણાં
કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણાં
ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં
હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણાં
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યું
ત્યારે સખીઓને વચને વેચાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા, વેદ પુરાણે વંચાણાં
હરિગુરુ વચન કહે વણલખે જગત બધામાં જણાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
O Nath Tame Tulasine Pandade Tolanan
Gun to govindan gavanan
O nath tame tulasine pandade tolanan
O nath tame tulasine pandade tolanan
He ji ev gun to govindan gavanan
O nath tame tulasine pandade tolanan
Bodane bahu namine sevya boladiye bandhanan
Krup karine prabhuji padharya, dakoraman darshanan
O nath tame tulasine pandade tolanan
Hem barabar mul karine val savaman tolanan
Brahmanane jyare bhonṭhapan avyun
Tyare sakhione vachane vechanan
O nath tame tulasine pandade tolanan
Madhya gujarataman rachi dvarika, ved purane vanchanan
Hariguru vachan kahe vanalakhe jagat badhaman jananan
O nath tame tulasine pandade tolanan
O ji ev gun to govindan gavanan
O nath tame tulasine pandade tolanan
Source: Mavjibhai