ઓ પ્રભુ મારું જીવન
તારું દિવ્ય અર્ઘ્ય બની રહો.
રામ તું છે, રહીમ તું છે, કૃષ્ણ તું છે ઈસા મસીહ,
તું પરમ પરબ્રહ્મ તત્વ,
સાર સર્વ પુરાણ તું … ઓ પ્રભુ.
રહેજે સદા વિચાર વાણી વર્તને અવ હર ઘડી
અંતરે પ્રતિબિંબ તારું,
દિવ્ય તેજે ઝળહળો … ઓ પ્રભુ.
હે કૃપાના સિંધુ તેં કરુણા કરીને કૃમળ કર્યા
સર્વની રુચિ એ ભણી,
તેં એક રુચિએ કર્યા … ઓ પ્રભુ
ઉરે સદા તવ સ્નેહભીની મંજરી મહેકી રહો,
પૂર્ણ પ્રાપ્તિની સભરતામાં
શેષ જીવન આ વહો … ઓ પ્રભુ
O Prabhu Maru Jivan
O prabhu mārun jīvana
Tārun divya arghya banī raho.
Rām tun chhe, rahīm tun chhe, kṛuṣhṇa tun chhe īsā masīha,
Tun param parabrahma tatva,
Sār sarva purāṇ tun … O prabhu.
Raheje sadā vichār vāṇī vartane av har ghaḍī
Antare pratibinba tārun,
Divya teje zaḷahaḷo … O prabhu.
He kṛupānā sindhu ten karuṇā karīne kṛumaḷ karyā
Sarvanī ruchi e bhaṇī,
Ten ek ruchie karyā … O prabhu
Ure sadā tav snehabhīnī manjarī mahekī raho,
Pūrṇa prāptinī sabharatāmān
Sheṣh jīvan ā vaho … O prabhu