પંચતત્વનો દેહ - Panchatatvano Deha - Lyrics

પંચતત્વનો દેહ

પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…
દુંદાળા તારી મૂર્તિમાં એ જ તત્વ કાં બાકી?

થાય વિસર્જન જળમાં તારું ત્યાં પણ તું ક્યાં ડૂબે?
પ્લાસ્ટર ઑફ પેરિસ ઓઢીને તળાવ આખું રુએ,
જળચર મરવાનાં છે કેમિકલને ચાખી ચાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

આતશબાજી, ધૂળ, ધુમાડા, શ્વાસ ગયો રૂંધાઈ,
ઢોલ, નગારાં, ડી.જે. ગર્જે કાન ગયા ગભરાઈ,
આંખ હવાએ ચોળી રાતી, કાળી ખાંસી ખાધી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

સરઘસ ટાણે ટોળું આવી ક્યાંક પલીતો ચાંપે,
અગ્નિ નામે તત્વ ભરાઈ બેઠું બોમ ધડાકે,
આગ હવે જોવા ટેવાયા, આંખે પાણી રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

મારા મનનું પંખી માંગે એક જ ટુકડો આભ,
એય પચાવી બેઠા તારી મૂર્તિઓના પ્હાડ,
આભ બની લાચાર જુએ છે, મોઢું સ્હેજ વકાસી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

બોલ શરમ રાખું કે માણસ-ધરમ હવે નિભાવું?
બોલ ગજાનન આ વર્ષે પણ તને ફરી બોલાવું?
તું સમજીને ના આવે એવી ઇચ્છા મેં રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

-મકરંદ મુસળે

Panchatatvano Deha

Panchatattvano deh ne enun ek tatva chhe mati…
Dundal tari murtiman e j tatva kan baki?

Thaya visarjan jalaman tarun tyan pan tun kyan dube?
Plasṭar of peris odhine talav akhun rue,
Jalachar maravanan chhe kemikalane chakhi chakhi.
Panchatattvano deh ne enun ek tatva chhe mati…

Atashabaji, dhula, dhumada, shvas gayo rundhai,
Dhola, nagaran, di.je. garje kan gaya gabharai,
Ankha havae choli rati, kali khansi khadhi.
Panchatattvano deh ne enun ek tatva chhe mati…

Saraghas tane tolun avi kyanka palito chanpe,
Agni name tatva bharai bethun bom dhadake,
Ag have jov tevaya, ankhe pani rakhi.
Panchatattvano deh ne enun ek tatva chhe mati…

Mar mananun pankhi mange ek j tukado abha,
Eya pachavi beth tari murtion phada,
Abh bani lachar jue chhe, modhun shej vakasi.
Panchatattvano deh ne enun ek tatva chhe mati…

Bol sharam rakhun ke manasa-dharam have nibhavun?
Bol gajanan a varshe pan tane fari bolavun?
Tun samajine n ave evi ichchha men rakhi.
Panchatattvano deh ne enun ek tatva chhe mati…

-Makaranda Musale