પશુમાં પડી એક તકરાર - Pashuman Padi Ek Takarara - Lyrics

પશુમાં પડી એક તકરાર

(રાગ ભૈરવી)

પશુમાં પડી એક તકરાર,
વાદવિવાદ ચલાવા પોતે તુર્ત ભરી દરબાર;
અને ત્યાં બેઠાં નર ને નાર.

ગાય: કોણ ગુણોની ગણના કરશે ગરીબડી હું ગાય,
વાછરડાં વલવલે બિચારાં ને પય બીજાં ખાય;
જુલમનો તો પણ ક્યાં છે પાર
પશુમાં પડી એક તકરાર

કૂતરો: વફાદાર હું પ્રાણી પ્યારું ખાઈ ધણીનું ધાન,
હલાલ તેનું નિમક કરું છું મનમાં રાખી માન;
રાતદિન સેવા છું કરનાર.
પશુમાં પડી એક તકરાર

ગધેડો: મૂર્ખ માનવી મને હસે પણ કોણ ઉપાડે ભાર,
મણબંધી બોજો લાદે ને ચાલું બિનતકરાર;
કહો જન જાણે ક્યાં ઉપકાર?
પશુમાં પડી એક તકરાર

ઘોડો: તન તોડીને સેવા આપું ખાઉં કદી ના હાર,
માલિકને લઈ રસ્તો કાપું કરી પીઠ પર સવાર;
કરે છે કોણ કહો દરકાર?
પશુમાં પડી એક તકરાર

ઊંટ: મુસાફરીમાં માર્ગ કાપવા કરું સફર હું દૂર,
મુજ જળ કાજે જીવ લીએ છે કોઈ મુસાફર ક્રૂર;
કરું છું મરતાં પરોપકાર.
પશુમાં પડી એક તકરાર

હાથી: રાજાની અંબાડી કેરો મુજ પર છે આધાર,
મુજ પગલાંથી શોભે સવારી દીપે વળી દરબાર;
શ્રેષ્ઠ છું પશુમાં હું સરદાર.
પશુમાં પડી એક તકરાર

બકરો: ન્યાય મળે નિર્દોષને ક્યાં તલ આપું નહિ ત્રાસ,
તોય તલ્પે છે ખાવા કાજે માણસ મારું માંસ;
બનું છું કસાઈ કરથી ઠાર.
પશુમાં પડી એક તકરાર

બળદ: મુજ બળથી હળ ખેડૂત ખેડે મુજ પર કુલ આધાર,
હું જ ઉપાડું બોજ રોજનો વાહન કે વ્યાપાર;
ઘડીનો હોય ન તોય કરાર.
પશુમાં પડી એક તકરાર

(દોહરો)

ખર બકરો ને બળદિયો ગજ ઘોડો ને ગાય
પ્રાણી બિચારાં પારકી આશ પર અથડાય
ખોટાં કામે ખલકમાં દંડે જો દરબાર
પશુ પંખી પીડતાં કોપે નહિ કિરતાર?

-દાદી એદલજી


Pashuman Padi Ek Takarara

(rag bhairavi)

Pashuman padi ek takarara,
Vadavivad chalav pote turṭa bhari darabara;
Ane tyan bethan nar ne nara.

Gaya: kon gunoni ganan karashe garibadi hun gaya,
vachharadan valavale bicharan ne paya bijan khaya;
julamano to pan kyan chhe para
pashuman padi ek takarara

Kutaro: vafadar hun prani pyarun khai dhaninun dhana,
halal tenun nimak karun chhun manaman rakhi mana;
ratadin sev chhun karanara.
pashuman padi ek takarara

Gadhedo: murkha manavi mane hase pan kon upade bhara,
manabandhi bojo lade ne chalun binatakarara;
kaho jan jane kyan upakara?
pashuman padi ek takarara

Ghodo: tan todine sev apun khaun kadi n hara,
malikane lai rasto kapun kari pith par savara;
kare chhe kon kaho darakara?
pashuman padi ek takarara

Unṭa: musafariman marga kapav karun safar hun dura,
muj jal kaje jiv lie chhe koi musafar krura;
karun chhun maratan paropakara.
pashuman padi ek takarara

Hathi: rajani anbadi kero muj par chhe adhara,
muj pagalanthi shobhe savari dipe vali darabara;
shreshtha chhun pashuman hun saradara.
pashuman padi ek takarara

Bakaro: nyaya male nirdoshane kyan tal apun nahi trasa,
toya talpe chhe khav kaje manas marun mansa;
banun chhun kasai karathi thara.
pashuman padi ek takarara

Balada: muj balathi hal khedut khede muj par kul adhara,
hun j upadun boj rojano vahan ke vyapara;
ghadino hoya n toya karara.
pashuman padi ek takarara

(doharo)

Khar bakaro ne baladiyo gaj ghodo ne gaya
Prani bicharan paraki ash par athadaya
Khotan kame khalakaman dande jo darabara
Pashu pankhi pidatan kope nahi kiratara?

-dadi edalaji

Source: Mavjibhai