પટ્ટણી પટોળાં - Pattani Patolan - Gujarati

પટ્ટણી પટોળાં

પટ્ટણી પટોળાં પહેર્યાં મારા વાલમા
ચૂડલાં ચઢાવ્યાં રાતાચોળ
હે… રુદિયામાં ટહુકે છે મોર

રૂમું ઝૂમું રે સરખી સહિયરોના સાથમાં
ગરબે ઘૂમું રે લોલમ લોલ
હે… રુદિયામાં ટહુકે છે મોર

લીલુડાં લ્હેરિયા લ્હેરે મારા વાલમા
ચિત્તડા કળાયેલ મોર
ચાંપાનેરી ચુંદડી ચમકે મારા વાલમા
સુરતની સોનેરી કોર
હે… રુદિયામાં ટહુકે છે મોર

બિકાનેરી બાંધણી બંધાવી મારા વાલમા
પહેરી એ નવી નક્કોર
મઘમઘતો મોગરો મ્હેંકે મારા વાલમા
કોયલ કરે છે કલશોર
હે… રુદિયામાં ટહુકે છે મોર

પટ્ટણી પટોળાં પહેર્યાં મારા વાલમા
ચૂડલાં ચઢાવ્યાં રાતાચોળ


पट्टणी पटोळां

पट्टणी पटोळां पहेर्यां मारा वालमा
चूडलां चढाव्यां राताचोळ
हे… रुदियामां टहुके छे मोर

रूमुं झूमुं रे सरखी सहियरोना साथमां
गरबे घूमुं रे लोलम लोल
हे… रुदियामां टहुके छे मोर

लीलुडां ल्हेरिया ल्हेरे मारा वालमा
चित्तडा कळायेल मोर
चांपानेरी चुंदडी चमके मारा वालमा
सुरतनी सोनेरी कोर
हे… रुदियामां टहुके छे मोर

बिकानेरी बांधणी बंधावी मारा वालमा
पहेरी ए नवी नक्कोर
मघमघतो मोगरो म्हेंके मारा वालमा
कोयल करे छे कलशोर
हे… रुदियामां टहुके छे मोर

पट्टणी पटोळां पहेर्यां मारा वालमा
चूडलां चढाव्यां राताचोळ


Pattani Patolan

Pattani patolan paheryan mara valama
Chudalan chadhavyan ratachola
He… Rudiyaman tahuke chhe mora

Rumun zumun re sarakhi sahiyarona sathaman
Garabe ghumun re lolam lola
He… Rudiyaman tahuke chhe mora

Liludan lheriya lhere mara valama
Chittada kalayel mora
Chanpaneri chundadi chamake mara valama
Suratani soneri kora
He… Rudiyaman tahuke chhe mora

Bikaneri bandhani bandhavi mara valama
Paheri e navi nakkora
Maghamaghato mogaro mhenke mara valama
Koyal kare chhe kalashora
He… Rudiyaman tahuke chhe mora

Pattani patolan paheryan mara valama
Chudalan chadhavyan ratachola


Paṭṭaṇī paṭoḷān

Paṭṭaṇī paṭoḷān paheryān mārā vālamā
Chūḍalān chaḍhāvyān rātāchoḷa
He… Rudiyāmān ṭahuke chhe mora

Rūmun zūmun re sarakhī sahiyaronā sāthamān
Garabe ghūmun re lolam lola
He… Rudiyāmān ṭahuke chhe mora

Līluḍān lheriyā lhere mārā vālamā
Chittaḍā kaḷāyel mora
Chānpānerī chundaḍī chamake mārā vālamā
Suratanī sonerī kora
He… Rudiyāmān ṭahuke chhe mora

Bikānerī bāndhaṇī bandhāvī mārā vālamā
Paherī e navī nakkora
Maghamaghato mogaro mhenke mārā vālamā
Koyal kare chhe kalashora
He… Rudiyāmān ṭahuke chhe mora

Paṭṭaṇī paṭoḷān paheryān mārā vālamā
Chūḍalān chaḍhāvyān rātāchoḷa


Source : સ્વરઃ હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય
ગીત-સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
(આલ્બમઃ કંઠે ગુલમહોરનો ઠાઠ - ૧૯૯૪)