પીં પીં સીટી વાગી
પીંપીં પીંપીં સીટી વાગી,   છૂક છૂક ગાડી આવી
ટિકિટ કપાવો બેસી જાઓ, નહિતર  ઉપડી જાય
ટન ટન ટન ટન ડંકા વાગે,  સૂતેલા ઝબકીને જાગે
ધજા બતાવો સિગ્નલ આપો, લાઈન ક્લિયર કહેવાય
લાંબે લાંબે પાટે સરતી, પુલ અને પહાડો પર ચઢતી
સ્ટેશન  કરતી,  પાણી  ભરતી,  સીધી દોડી જાય
વેગે  દોડી જાય
વેગે  દોડી જાય
દોડે તોયે એ ના થાકે,  હરદમ બઢતી આગે આગે
શિખવે એ તો કદમ બઢાવો,  સ્ટેશન પહોંચી જાય
પીંપીં પીંપીં સીટી વાગી, છૂક છૂક ગાડી આવી
Pīn Pīn Sīṭī Vāgī
Pīnpīn pīnpīn sīṭī vāgī,   chhūk chhūk gāḍī āvī
Ṭikiṭ kapāvo besī jāo, nahitar  upaḍī jāya
Ṭan ṭan ṭan ṭan ḍankā vāge,  sūtelā zabakīne jāge
Dhajā batāvo signal āpo, lāīn kliyar kahevāya
Lānbe lānbe pāṭe saratī, pul ane pahāḍo par chaḍhatī
Sṭeshan  karatī,  pāṇī  bharatī,  sīdhī doḍī jāya
Vege  doḍī jāya
Vege  doḍī jāya
Doḍe toye e nā thāke,  haradam baḍhatī āge āge
Shikhave e to kadam baḍhāvo,  sṭeshan pahonchī jāya
Pīnpīn pīnpīn sīṭī vāgī, chhūk chhūk gāḍī āvī
Source: Mavjibhai