પીઓને પ્રેમરસ વાણી રે - Pione Premaras Vani Re - Lyrics

પીઓને પ્રેમરસ વાણી રે

પીઓને પ્રેમરસ વાણી મારા હરિજન
પીઓને પ્રેમરસ વાણી રે
ઓ ઓ ઓ જી

સાધુડાની વાણી રે સદાય મુખ જાણી
સાધુડાની વાણી રે હાં સદાય મુખ જાણી
તો બાવો બોલે વેણ પરવેણી મારા હરિજન
બાવો બોલે વેણ પરવેણી મારા હરિજન
પીઓને પ્રેમરસ વાણી રે
ઓ ઓ ઓ જી

ગુરૂજીએ હાથ તો શિર પર ધરિયા
ઝળહળ જ્યોત દરશાણી રે
ઓ ઓ ઓ જી
ખૂલ ગયા તાળાં, ભયા રે અજવાળાં
વીરા ખૂલ ગયા તાળાં રે હાં
એજી ભયા અજવાળાં વીરા
હીરલે જ્યોત વધાવી મારા હરિજન
હીરલે જ્યોત વધાવી મારા હરિજન
પીઓને પ્રેમરસ વાણી રે
ઓ ઓ ઓ જી

બુંદ થકી નર પૈદા હુવા રે વીરા
જલ કેરી જુગતી રચાણી રે
ઓ ઓ ઓ જી
એક એક નામ શબદનું ન છોડો વીરા
એક એક નામ રે હાં,
શબદનું ન છોડો વીરા
તન-મન-ધન કુરબાની મારા હરિજન
તન-મન-ધન કુરબાની મારા હરિજન
પીઓને પ્રેમરસ વાણી રે
ઓ ઓ ઓ જી

તારા મારગડે દિન રે સીધા વીરા
સોન ને સુરતા બંધાણી રે
ઓ ઓ ઓ જી
ઉપજો રે રાગ પરમ કેરી ભગતી
ઉપજો રે રાગ હાં કે પરમ કેરી ભગતી
તો હરિજન વીરલાએ જાણી મારા હરિજન
હરિજન વીરલાએ જાણી મારા હરિજન
પીઓને પ્રેમરસ વાણી રે
ઓ ઓ ઓ જી

ભૂલો રે ભૂલો હરિ ભટકતો ને
બોલે ભરમ કેરી વાણી રે
ઓ ઓ ઓ જી
કહે ભૈરવનાથ ખૂલ ગયા તાળા
કહે રે ભૈરવનાથ હાં
એ જી ખૂલ ગયા તાળા તો
અરસપરસ ઓળખાણી મારા હરિજન
અરસપરસ ઓળખાણી મારા હરિજન
પીઓને પ્રેમરસ વાણી રે
ઓ ઓ ઓ જી

રચના: સંત ભૈરવનાથ


Pione Premaras Vani Re

Pione premaras vani re
Pione premaras vani mar harijana
Pione premaras vani re
O o o ji
Sadhudani vani re sadaya mukh jani
Sadhudani vani re han sadaya mukh jani
To bavo bole ven paraveni mar harijana
Bavo bole ven paraveni mar harijana
Pione premaras vani re
O o o ji

Gurujie hath to shir par dhariya
Zalahal jyot darashani re
O o o ji
Khul gaya talan, bhaya re ajavalan
Vir khul gaya talan re han
Eji bhaya ajavalan vira
Hirale jyot vadhavi mar harijana
Hirale jyot vadhavi mar harijana
Pione premaras vani re
O o o ji

Bunda thaki nar paid huv re vira
Jal keri jugati rachani re
O o o ji
Ek ek nam shabadanun n chhodo vira
Ek ek nam re han,
Shabadanun n chhodo vira
Tana-mana-dhan kurabani mar harijana
Tana-mana-dhan kurabani mar harijana
Pione premaras vani re
O o o ji

Tar maragade din re sidh vira
Son ne surat bandhani re
O o o ji
Upajo re rag param keri bhagati
Upajo re rag han ke param keri bhagati
To harijan viralae jani mar harijana
Harijan viralae jani mar harijana
Pione premaras vani re
O o o ji

Bhulo re bhulo hari bhaṭakato ne
Bole bharam keri vani re
O o o ji
Kahe bhairavanath khul gaya tala
Kahe re bhairavanath han
E ji khul gaya tal to
Arasaparas olakhani mar harijana
Arasaparas olakhani mar harijana
Pione premaras vani re
O o o ji

Rachana: sanṭa bhairavanatha

Source: Mavjibhai