પિયરિયું સાંભરે - Piyariyun Sanbhare - Gujarati

પિયરિયું સાંભરે

પિયરીયું સાંભરે, બાઈ, મને પિયરીયું સાંભરે
સાંભરે માડીના હેત
ગાડું વળાવ્યું ત્યારે રોતી’તી માવડી
બાપુ ઉભા’તા અચેત

એકજ ઓસરીએ હતા ચાર ચાર ઓરડા
આંગણે લીમડાની છાયા
ગાતી’તી હું ત્યારે ઘેરીને બેસતી
ગાયું વાછરડા સમેત

ખેતર લીલુડાં ને લહેરાતી વાડીયું
ખેલતા ધરતીને ખોળે
દીઠી જો હોત ફરી મહિયરની માયા
મોઢે માંગ્યાં મૂલ દેત


पियरियुं सांभरे

पियरीयुं सांभरे, बाई, मने पियरीयुं सांभरे
सांभरे माडीना हेत
गाडुं वळाव्युं त्यारे रोती’ती मावडी
बापु उभा’ता अचेत

एकज ओसरीए हता चार चार ओरडा
आंगणे लीमडानी छाया
गाती’ती हुं त्यारे घेरीने बेसती
गायुं वाछरडा समेत

खेतर लीलुडां ने लहेराती वाडीयुं
खेलता धरतीने खोळे
दीठी जो होत फरी महियरनी माया
मोढे मांग्यां मूल देत


Piyariyun Sanbhare

Piyariyun sanbhare, bai, mane piyariyun sanbhare
sanbhare madina heta
Gadun valavyun tyare roti’ti mavadi
bapu ubha’ta acheta

Ekaj osarie hata char char orada
angane limadani chhaya
Gati’ti hun tyare gherine besati
gayun vachharada sameta

Khetar liludan ne laherati vadiyun
khelata dharatine khole
Dithi jo hot fari mahiyarani maya
modhe mangyan mul deta


Piyariyun sānbhare

Piyarīyun sānbhare, bāī, mane piyarīyun sānbhare
sānbhare māḍīnā heta
Gāḍun vaḷāvyun tyāre rotī’tī māvaḍī
bāpu ubhā’tā acheta

Ekaj osarīe hatā chār chār oraḍā
āngaṇe līmaḍānī chhāyā
Gātī’tī hun tyāre gherīne besatī
gāyun vāchharaḍā sameta

Khetar līluḍān ne laherātī vāḍīyun
khelatā dharatīne khoḷe
Dīṭhī jo hot farī mahiyaranī māyā
moḍhe māngyān mūl deta


Source : સ્વરઃ મોતીબાઈ અને લતાબાઈ
રચનાઃ શ્રી પ્રભુલાલ દ્વિવેદી
સંગીતઃ મોહન જુનિયર
નાટકઃ શંભુ મેળો (દેશી નાટક સમાજ - ૧૯૪૭)