પ્રેમ અને સત્કાર - Prem Ane Satkara - Lyrics

પ્રેમ અને સત્કાર

લખ્યું તેં પત્રમાં પ્યારા નથી સત્કાર મેં કીધો
ખબર વિવેકની મુજને નથી તો તું ક્ષમા કરજે

અહો સત્સ્નેહને અંગે સુહૃદ એ બોલવું છાજે
ચહે જો પ્રેમ આદરને, નહિ એ પ્રેમ પ્રેમીનો

અખંડિત પ્રેમને બંધો, જરૂર શી હોય આદરની
પધારો,આવજો,બેસો, વૃથા એ વાદ શા સારૂં

હૃદયસત્કાર જ્યાં થાતો ઉભય ઉરમાં વિના માંગ્યો
નયનસત્કાર નવ ઈચ્છે વદનસત્કાર શાને તો

વિનય રસના તણો એવો બતાવે પ્રેમમાં ખામી
પ્રપંચી કાજ રે’વા દ્યો, ન ઈચ્છે પ્રેમના પાત્રો

હસે દિલ પ્રેમનાં ભરીયાં રહે જુદા છતાં સંગે
વિનય સત્કારને એમાં નથી અવકાશ મળવાનો

પધારો એમ કે’વાથી પધારે તે પધાર્યા ના
નિમંત્રણ પ્રેમીને શાનાં, અનાદર પ્રેમીને શાનો

મળ્યાં છે ચિત્ત વિણ યત્ને શરીર તો જોડવા છે ક્યાં
કરે કર આપવો શાનો, મને મન જ્યાં મળેલા છે

સુહૃદનું આગમન થાતાં, ઉઠે સત્કાર કરવાને
અરે એ તો જનો જૂઠાં, ખરેખર બાહ્યપ્રેમી તે

ભલે એ થીગડાં દેવાં હજો અતિ ઈષ્ટ શિષ્ટોને
સ્પૃહા સત્પ્રેમના ભોગી જનો તેની નહિ રાખે

વિનયની પૂરણી માંગે અધુરી એટલી પ્રીતિ
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને

-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર


Prem Ane Satkara

Lakhyun ten patraman pyar nathi satkar men kidho
Khabar vivekani mujane nathi to tun ksham karaje

Aho satsnehane ange suhrud e bolavun chhaje
Chahe jo prem adarane, nahi e prem premino

Akhandit premane bandho, jarur shi hoya adarani
Padharo,avajo,beso, vruth e vad sha sarun

Hrudayasatkar jyan thato ubhaya uraman vin mangyo
Nayanasatkar nav ichchhe vadanasatkar shane to

Vinaya rasan tano evo batave premaman khami
Prapanchi kaj re’v dyo, n ichchhe preman patro

Hase dil premanan bhariyan rahe jud chhatan sange
Vinaya satkarane eman nathi avakash malavano

Padharo em ke’vathi padhare te padharya na
Nimantran premine shanan, anadar premine shano

Malyan chhe chitṭa vin yatne sharir to jodav chhe kyan
Kare kar apavo shano, mane man jyan malel chhe

Suhrudanun agaman thatan, uthe satkar karavane
Are e to jano juthan, kharekhar bahyapremi te

Bhale e thigadan devan hajo ati ishṭa shishtone
Spruh satpreman bhogi jano teni nahi rakhe

Vinayani purani mange adhuri eṭali priti
Pratiti premani karav nathi adhikar adarane

-damodaradas khushaladas botadakara

Source: Mavjibhai