પૂછું તને? - Puchhun Tane? - Gujarati

પૂછું તને?

એકાન્તમાં એકલવાયું લાગતાં
ભલે થયો તું બહુમાં વિભક્ત;
સર્જી ભલે તેં રસરૂપરંગે
ભરી ભરી, ચિત્રવિચિત્ર સૃષ્ટિ.

સર્જી ભલે તેં જડ ને સજીવની
અનન્ત લીલા તવ ખેલ કાજે;
અને હજી યે તવ એ કલાને
ભલે બહાવી જ રહી તું રાચે.

પરંતુ પૂછું હું તને? બધાં આ ઓછાં પડ્યાં
ક્રીડનકો રસેભર્યાં કે તેં કર્યું સર્જન માનવીનું?
ને માનવીને ઘડિયો; પછી યે અધૂરું શું યે
રહ્યું તને કે તેં મૂક્યું તેમાં વળી હૈયું મીણનું?


पूछुं तने?

एकान्तमां एकलवायुं लागतां
भले थयो तुं बहुमां विभक्त;
सर्जी भले तें रसरूपरंगे
भरी भरी, चित्रविचित्र सृष्टि.

सर्जी भले तें जड ने सजीवनी
अनन्त लीला तव खेल काजे;
अने हजी ये तव ए कलाने
भले बहावी ज रही तुं राचे.

परंतु पूछुं हुं तने? बधां आ ओछां पड्यां
क्रीडनको रसेभर्यां के तें कर्युं सर्जन मानवीनुं?
ने मानवीने घडियो; पछी ये अधूरुं शुं ये
रह्युं तने के तें मूक्युं तेमां वळी हैयुं मीणनुं?


Puchhun Tane?

Ekantaman ekalavayun lagatan
Bhale thayo tun bahuman vibhakta;
Sarji bhale ten rasaruparange
Bhari bhari, chitravichitra srushti.

Sarji bhale ten jad ne sajivani
Ananta lila tav khel kaje;
Ane haji ye tav e kalane
Bhale bahavi j rahi tun rache.

Parantu puchhun hun tane? badhan a ochhan padyan
Kridanako rasebharyan ke ten karyun sarjan manavinun? Ne manavine ghadiyo; pachhi ye adhurun shun ye
Rahyun tane ke ten mukyun teman vali haiyun minanun?


Pūchhun tane?

Ekāntamān ekalavāyun lāgatān
Bhale thayo tun bahumān vibhakta;
Sarjī bhale ten rasarūparange
Bharī bharī, chitravichitra sṛuṣhṭi.

Sarjī bhale ten jaḍ ne sajīvanī
Ananta līlā tav khel kāje;
Ane hajī ye tav e kalāne
Bhale bahāvī j rahī tun rāche.

Parantu pūchhun hun tane? badhān ā ochhān paḍyān
Krīḍanako rasebharyān ke ten karyun sarjan mānavīnun? Ne mānavīne ghaḍiyo; pachhī ye adhūrun shun ye
Rahyun tane ke ten mūkyun temān vaḷī haiyun mīṇanun?


Source : મનસુખલાલ ઝવેરી