પુત્રને આશીર્વાદ - Putrane Ashirvada - Gujarati

પુત્રને આશીર્વાદ

પર્વત તને મળે કે રણ તને મળે
ન ડગે સફરમાં જે તે ચરણ તને મળે

પાનખરમાં પણ ખિલે જીવન-સુમન
ને પલળે વસંતમાં તે મન તને મળે

કાબુમાં હો બધું એમાંય ક્યાં મજા
ઊર્મિના અવનવા પવન તને મળે

પથમાં ચડાવ છે ને ઉતાર છે ઘણા
સ્થિતપ્રજ્ઞ તું રહે કે ચિંતન તને મળે

બીજાની કેડી પર તું દોડતો નહિ
તારા સ્વરૂપની સમજણ તને મળે

તારામાં તત્વ છે તું એકલો નથી
મળવાને કૃષ્ણને કારણ તને મળે

લાચાર હો જો મિત્ર તેને તું ના ત્યજે
સાચા એ એક-બે અનુબંધ તને મળે

તારાથી મોટો તો તું થાય ના કદી
સાચી ઝલક ધરે તે દર્પણ તને મળે

સાચો પ્રેમ કોઈનો પામે તું જીવનમાં
જેમાં મળે મુક્તિ તે બંધન તને મળે

બુલંદ કોઈ તુંય ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન તર્પણ તને મળે

કરુણા હો, ગર્વ હો, તું જે કંઈ બને
સદા પ્રજળે અનંતમાં, તે જીવન તને મળે

હું જાઉં તે પછી તારા વિચારમાં
મારા વિચારની રજકણ તને મળે
(૨૦૦૩)


पुत्रने आशीर्वाद

पर्वत तने मळे के रण तने मळे
न डगे सफरमां जे ते चरण तने मळे

पानखरमां पण खिले जीवन-सुमन
ने पलळे वसंतमां ते मन तने मळे

काबुमां हो बधुं एमांय क्यां मजा
ऊर्मिना अवनवा पवन तने मळे

पथमां चडाव छे ने उतार छे घणा
स्थितप्रज्ञ तुं रहे के चिंतन तने मळे

बीजानी केडी पर तुं दोडतो नहि
तारा स्वरूपनी समजण तने मळे

तारामां तत्व छे तुं एकलो नथी
मळवाने कृष्णने कारण तने मळे

लाचार हो जो मित्र तेने तुं ना त्यजे
साचा ए एक-बे अनुबंध तने मळे

ताराथी मोटो तो तुं थाय ना कदी
साची झलक धरे ते दर्पण तने मळे

साचो प्रेम कोईनो पामे तुं जीवनमां
जेमां मळे मुक्ति ते बंधन तने मळे

बुलंद कोई तुंय ध्येय गोतजे
जेथी घडे जीवन तर्पण तने मळे

करुणा हो, गर्व हो, तुं जे कंई बने
सदा प्रजळे अनंतमां, ते जीवन तने मळे

हुं जाउं ते पछी तारा विचारमां
मारा विचारनी रजकण तने मळे
(२००३)


Putrane Ashirvada

Parvat tane male ke ran tane male
N dage safaraman je te charan tane male

Panakharaman pan khile jivana-sumana
Ne palale vasantaman te man tane male

Kabuman ho badhun emanya kyan maja
Urmina avanava pavan tane male

Pathaman chadav chhe ne utar chhe ghana
Sthitapragna tun rahe ke chintan tane male

Bijani kedi par tun dodato nahi
Tara svarupani samajan tane male

Taraman tatva chhe tun ekalo nathi
Malavane krushnane karan tane male

Lachar ho jo mitra tene tun na tyaje
Sacha e eka-be anubanda tane male

Tarathi moto to tun thaya na kadi
Sachi zalak dhare te darpan tane male

Sacho prem koino pame tun jivanaman
Jeman male mukti te bandhan tane male

Bulanda koi tunya dhyeya gotaje
Jethi ghade jivan tarpan tane male

Karuna ho, garva ho, tun je kani bane
Sada prajale anantaman, te jivan tane male

Hun jaun te pachhi tara vicharaman
Mara vicharani rajakan tane male
(2003)


Putrane āshīrvāda

Parvat tane maḷe ke raṇ tane maḷe
N ḍage safaramān je te charaṇ tane maḷe

Pānakharamān paṇ khile jīvana-sumana
Ne palaḷe vasantamān te man tane maḷe

Kābumān ho badhun emānya kyān majā
Ūrminā avanavā pavan tane maḷe

Pathamān chaḍāv chhe ne utār chhe ghaṇā
Sthitapragna tun rahe ke chintan tane maḷe

Bījānī keḍī par tun doḍato nahi
Tārā svarūpanī samajaṇ tane maḷe

Tārāmān tatva chhe tun ekalo nathī
Maḷavāne kṛuṣhṇane kāraṇ tane maḷe

Lāchār ho jo mitra tene tun nā tyaje
Sāchā e eka-be anubanḍa tane maḷe

Tārāthī moṭo to tun thāya nā kadī
Sāchī zalak dhare te darpaṇ tane maḷe

Sācho prem koīno pāme tun jīvanamān
Jemān maḷe mukti te bandhan tane maḷe

Bulanda koī tunya dhyeya gotaje
Jethī ghaḍe jīvan tarpaṇ tane maḷe

Karuṇā ho, garva ho, tun je kanī bane
Sadā prajaḷe anantamān, te jīvan tane maḷe

Hun jāun te pachhī tārā vichāramān
Mārā vichāranī rajakaṇ tane maḷe
(2003)


Source : હિમાંશુ ભટ્ટ