રહસ્યોની ગુફામાં - Rahasyoni Gufaman - Gujarati

રહસ્યોની ગુફામાં

રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહિ,
સમયસર ખૂલજા સિમસિમ ઉચ્ચરવું યાદ આવ્યું નહિ

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહિ

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે હુકમ પાનું ઊતરવું યાદ આવ્યું નહિ

કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ


रहस्योनी गुफामां

रहस्योनी गुफामां जई नीसरवुं याद आव्युं नहि,
समयसर खूलजा सिमसिम उच्चरवुं याद आव्युं नहि

अमे जे बाळपणमां भींत पर दोर्युं सरळताथी
घणा यत्नो छतां पाछुं चीतरवुं याद आव्युं नहि

हतुं ए हाथमां ने रही गयुं ए हाथमां एम ज
खरे टाणे हुकम पानुं ऊतरवुं याद आव्युं नहि

कलमथी शाही बदले दर्द छंटकोर्युं छे कागळ पर
बीजी कोई रीते मन हळवुं करवुं याद आव्युं नहि


Rahasyoni Gufaman

Rahasyoni gufaman jai nisaravun yad avyun nahi,
Samayasar khulaja simasim uchcharavun yad avyun nahi

Ame je balapanaman bhinta par doryun saralatathi
Ghana yatno chhatan pachhun chitaravun yad avyun nahi

Hatun e hathaman ne rahi gayun e hathaman em ja
Khare tane hukam panun utaravun yad avyun nahi

Kalamathi shahi badale darda chhantakoryun chhe kagal para
Biji koi rite man halavun karavun yad avyun nahi


Rahasyonī gufāmān

Rahasyonī gufāmān jaī nīsaravun yād āvyun nahi,
Samayasar khūlajā simasim uchcharavun yād āvyun nahi

Ame je bāḷapaṇamān bhīnta par doryun saraḷatāthī
Ghaṇā yatno chhatān pāchhun chītaravun yād āvyun nahi

Hatun e hāthamān ne rahī gayun e hāthamān em ja
Khare ṭāṇe hukam pānun ūtaravun yād āvyun nahi

Kalamathī shāhī badale darda chhanṭakoryun chhe kāgaḷ para
Bījī koī rīte man haḷavun karavun yād āvyun nahi


Source : રચનાઃ મનોજ ખંડેરિયા
સ્વર-સ્વરાંકનઃ અમર ભટ્ટ