રહેવા દે રહેવા દે આ સંહાર - Rahev De Rahev De a Sanhara - Lyrics

રહેવા દે રહેવા દે આ સંહાર

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું,
ઘટે ના ક્રૂરતા આવી: વિશ્વ આશ્રમ સન્તનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ,ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દષ્ટિ ત્યાં: વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના,ના, કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

સૌન્દર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું!

-કલાપી


Rahev De Rahev De a Sanhara

Rahev de, rahev de a sanhara, yuvana! Tun,
Ghate n krurat avi: vishva ashram santanun.

Pankhidan, fuladan rudan, lat a,zaranan taru;
Ghate n krur dashti tyan: vishva saundarya kumalun.

Tirathi pamav pakshi, vyartha a krurat mathe;
Tirathi pakshi to na,na, kintu sthul mali shake.

Pakshine pamavane to chhano tun sun gitane;
Pakshi ten prabhu sathe haiyaman malashe tane.

Saundaryo vedafi detan na, na, sundarat male;
Saundaryo pamatan phelan saundarya banavun pade.

Saundarye khelavun e to prabhuno upayog chhe;
Poshavun, pujavun ene, e eno upabhog chhe.

Rahev de, rahev de a sanhara, yuvana! Tun;
Badhe chhe ardrat chhai, teman kain bhalavun bhalun!

-kalapi

Source: Mavjibhai