રામ ગયા વનવાસ - Ram Gaya Vanvas - Gujarati & English Lyrics

રામ ગયા વનવાસ ભરતજી, રામ ગયા વનવાસ
સાથે ગયા સીતામાત ભરતજી, રામ ગયા વનવાસ

રામ લક્ષ્મણ સીતા વન બિરાજે,
અયોધ્યા આખું સુનકાર ભરતજી, રામ ગયા વનવાસ

પોપટ વિનાનું પીંજરું સુનું,
રામ વિના સુના રાજ ભરતજી, રામ ગયા વનવાસ

પુત્ર વિનાના પારણાં સૂનાં,
રામ વિના સુનાના ધામ ભરતજી, રામ ગયા વનવાસ

માતા કૈકેયીની જીભ ન તુટી,
રામને દીધો વનવાસ ભરતજી, રામ ગયા વનવાસ

કૌશલ્યા કહે ક્યાં મૂકી આવ્યા,
કોઇ બતાવો મારો રામ ભરતજી, રામ ગયા વનવાસ

Ram Gaya Vanvas

Ram gaya vanavas bharataji, ram gaya vanavas
Sathe gaya sitamat bharataji, ram gaya vanavas

Ram lakshman sit van biraje,
Ayodhya akhun sunakar bharataji, ram gaya vanavas

Popat vinanun pinjarun sunun,
Ram vin sun raj bharataji, ram gaya vanavasa

Putra vinan paranan sunan,
Ram vin sunan dham bharataji, ram gaya vanavas

Mat kaikeyini jibh n tuti,
Ramane didho vanavas bharataji, ram gaya vanavas

Kaushalya kahe kyan muki avya,
Koi batavo maro ram bharataji, ram gaya vanavasa

Divya Publication. (2020). કિર્તન સાગર