રામ જોવા હાલી રે
જીવણ જોવા હાલી
મારી ઓછી ઉંમરમાં.
સસરો આણે આવ્યા
મારી ઓછી ઉંમરમાં
સસરા ભેળી નૈ જાઉ
મારી સાસુી છે ભૂંડી
મને દળણું મેલે સૂંડી
મારી ઓછી ઉમરમાં
રામ જોવા હાલી રે.
જેઠ આણે આવ્યા
મારી ઓછી ઉંમરમાં
જેઠ ભેળી ન જાઉં
ઘેરે જેઠાણી છે ભૂંડી
મને દળણું મેલે સૂંડી
મારી ઓછી ઉંમરમાં
રામ જોવા હાલી રે…
દેર આણે આવ્યા
મારી ઓછી ઉંમરમાં
દેર ભેળી નૈ જાઉ
મારી દેરાણીની જોડ્યું
મુજને પાણીડાં ભરાવે
મારી ઓછી ઉંમરમાં
રામ જોવા હાલી રે…
પરણ્યો આણે આવ્યા
મારી પૂરી ઉંમરમાં
ઝટ તેલ નાખ્યાં
મેં તો સટ માથાં ગૂંથ્યાં
મેં તો પટ બચકાં બાંધ્યાં
ઊઠો પટ મોર્ય થિયાં
મારી પૂરી ઉમરમાં
રામ જોવા હાલી રે…
Ram Jova Hali Re
Ram jov hali re
Jivan jov hali
Mari ochhi unmaraman.
Sasaro ane avya
Mari ochhi unmaraman
Sasar bheli nai jau
Mari sasui chhe bhundi
Mane dalanun mele sundi
Mari ochhi umaraman
Ram jov hali re.
Jeth ane avya
Mari ochhi unmaraman
Jeth bheli n jaun
Ghere jethani chhe bhundi
Mane dalanun mele sundi
Mari ochhi unmaraman
Ram jov hali re…
Der ane avya
Mari ochhi unmaraman
Der bheli nai jau
Mari deranini jodyun
Mujane panidan bharave
Mari ochhi unmaraman
Ram jov hali re…
Paranyo ane avya
Mari puri unmaraman
Zat tel nakhyan
Men to sat mathan gunthyan
Men to pat bachakan bandhyan
Utho pat morya thiyan
Mari puri umaraman
Ram jov hali re…
Ram Jova Hali | રામ જોવા હાલી | Bhoomi Trivedi | New Gujarati Song | New Lok Geet | Zheelan. (2020, September 23). YouTube