રામ લખમણ બે બાંધવા રામૈયા રામ - Ram Lakhman Be Bandhava Ramiya Ram - Gujarati & English Lyrics

રામ લખમણ બે બાંધવા રામૈયા રામ
બેય ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ

રામને તરસ્યું લાગિયું રામૈયા રામ
લખમણ વીર પાણીડાં લાવ રે રામૈયા રામ

ઝાડે ચડી જળ જોઈ વળ્યા રામૈયા રામ
ક્યાંય ન દીઠું અમૃત નીર રે રામૈયા રામ

ખેતર વચ્ચે ખરખરડી રામૈયા રામ
છેટેથી તબક્યાં છે નીર રે રામૈયા રામ

વનરા તે વનમાં વાવલડી રામૈયા રામ
પાણી ભારે બાળ કુંવાર રે રામૈયા રામ

કોરી ગાગર જળે ભરી રામૈયા રામ
સીતા નાર પાણીડાંની હાય રે રામૈયા રામ

ભર્યો ઘડો રામ પી વળ્યા રામૈયા રામ
પાણી પીને પછિયાં- ઘરબાર રામૈયા રામ

જનક કેરી બેટડી રામૈયા રામ
હજી હું છું બાળ કુંવાર રામૈયા રામ

વનની ચોરી ચીતરી રામૈયા રામ
ધરતીના કીધા બજોઠ રામૈયા રામ

આભનો નાખ્યો માંડવો રામૈય રામ
વીજળીની કીધી વરમાળ રામૈયા

નવલખ ત.રા જોઈ રિયા રામૈયા રામ
પરણે પરણે સીતા ને શ્રીરામ રે રામૈયા રામ

Ram Lakhman Be Bandhava Ramiya Ram

Ram lakhaman be bandhav ramaiya rama
Beya bhai halya shikar re ramaiya ram

Ramane tarasyun lagiyun ramaiya ram
Lakhaman vir panidan lav re ramaiya ram

Zade chadi jal joi valya ramaiya ram
Kyanya n dithun amrut nir re ramaiya ram

Khetar vachche kharakharadi ramaiya ram
Chhetethi tabakyan chhe nir re ramaiya ram

Vanar te vanaman vavaladi ramaiya ram
Pani bhare bal kunvar re ramaiya ram

Kori gagar jale bhari ramaiya ram
Sit nar panidanni haya re ramaiya rama

Bharyo ghado ram pi valya ramaiya rama
Pani pine pachhiyan- gharabar ramaiya ram

Janak keri beṭadi ramaiya ram
Haji hun chhun bal kunvar ramaiya ram

Vanani chori chitari ramaiya ram
Dharatin kidh bajoth ramaiya ram

Abhano nakhyo mandavo ramaiya ram
Vijalini kidhi varamal ramaiya

Navalakh ta.r joi riya ramaiya ram
Parane parane sit ne shriram re ramaiya rama

રામ લક્ષ્મણ બે બાંધવા - સુપરહીટ ભજન I Ram Laxman Be Bandhva I Praful Dave. (2020, February 24). YouTube