રામની ભક્તિ કરવી ઘણી કઠિન છે - Ram Ni Bhakti Karabi Kathin Chhe - Gujarati & Englsih Lyrics

રામની ભક્તિ કરવી ઘણી કઠિન છે.
રામ લક્ષ્મણ અને ત્રીજા સીતારામ
એ ત્રણની ભક્તિ કરવી ઘણી કઠણ છે…રામની ભક્તિ

બ્રહ્મા, વિષ્ણુ અને ત્રીજા શંકર દેવ છે
એ ત્રણનું જ્ઞાન પચાવવું કઠણ છે…રામની ભક્તિ

માતા ને પિતાને ત્રીજા ગુરુદેવ છે.
એ ત્રણની આજ્ઞા પાળવી ઘણી કઠણ છે…રામની ભક્તિ

સગાં-વહાલાં અને ત્રીજાં પડોશી…
એ ત્રણમાં ભળતું રહેવું ઘણું કઠણ છે…રામની ભક્તિ

બદ્રી-કેદાર અને ત્રીજા અમરનાથ છે.
એ ત્રણની જાત્રા કરવી ઘણી કઠણ છે…રામની ભક્તિ

ગંગા, જમુના અને ત્રીજાં સરસ્વતી
ત્રિવેણી સંગમમાં નહાવું ઘણું કઠણ છે…રામની ભક્તિ

Ram Ni Bhakti Karabi Kathin Chhe

Rāmanī bhakti karavī ghaṇī kaṭhin chhe. Rām lakṣhmaṇ ane trījā sītārāma
E traṇanī bhakti karavī ghaṇī kaṭhaṇ chhe…rāmanī bhakti

Brahmā, viṣhṇu ane trījā shankar dev chhe
E traṇanun jnyān pachāvavun kaṭhaṇ chhe…rāmanī bhakti

Mātā ne pitāne trījā gurudev chhe. E traṇanī ājnyā pāḷavī ghaṇī kaṭhaṇ chhe…rāmanī bhakti

Sagān-vahālān ane trījān paḍoshī… E traṇamān bhaḷatun rahevun ghaṇun kaṭhaṇ chhe…rāmanī bhakti

Badrī-kedār ane trījā amaranāth chhe.
E traṇanī jātrā karavī ghaṇī kaṭhaṇ chhe…rāmanī bhakti

Gangā, jamunā ane trījān sarasvatī
Triveṇī sangamamān nahāvun ghaṇun kaṭhaṇ chhe…rāmanī bhakti

Divya Publication. (2020). કિર્તન સાગર