રામ સભામાં અમે રમવાને ગ્યાં'તા - Ram Sabha Ma Ame Ramva Ne Gyata - Gujarati & English Lyrics

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તા
પસલી ભરીને રસ પીધો…હરિનો રસ પૂર્ણ પાયો

પહેલા પિયાલો મારા સદગુરૂએ પાયો
બીજે પિયાલે રંગની રેલ…હરિનો રસ પૂર્ણ પાયો

ત્રીજો પિયાલો મારા રોમ રોમ વ્યાપ્યો
ચોથે પિયાલે થઇ છું ઘેલી…હરિનો રસ પૂર્ણ પાયો

રસ બસ એકરુપ થઈ હરિ સાથે
વાત ન સુઝે બીજી મવાટે…હરિનો રસ પૂર્ણ પાયો

મોટો જોગેશ્વર જેને સ્વપ્રમાં આવે
તે મારા મંદિરમાં મહાલે…હરિનો રસ પૂર્ણ પાયો

અખંડ હેવાતાણ મારા સદગુરૂએ દીધા
અખંડ સૌભાગી અમને કીધા…હરિનો રસ પૂર્ણ પાયો

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
દાસ પરમ સુખ પામી…હરિનો રસ પૂર્ણ પાયો

Ram Sabha Ma Ame Ramva Ne Gyata

Rām sabhāmān ame ramavāne gyān’tā
Pasalī bharīne ras pīdho…harino ras pūrṇa pāyo

Pahelā piyālo mārā sadagurūe pāyo
Bīje piyāle ranganī rela…harino ras pūrṇa pāyo

trījo piyālo mārā rom rom vyāpyo
Chothe piyāle thai chhun ghelī…harino ras pūrṇa pāyo

Ras bas ekarup thaī hari sāthe
Vāt n suze bījī mavāṭe…harino ras pūrṇa pāyo

Moṭo jogeshvar jene svapramān āve
Te mārā mandiramān mahāle…harino ras pūrṇa pāyo

Akhanḍa hevātāṇ mārā sadagurūe dīdhā
Akhanḍa saubhāgī amane kīdhā…harino ras pūrṇa pāyo

Bhale maḷyā mahetā narasinhanā swāmī
Dās param sukh pāmī…harino ras pūrṇa pāyo

Divya Publication. (2020). કિર્તન સાગર

*Ram Sabha Ma Ame Ramva Ne Gyata (2011, May 16). YouTube