રામ, સૃષ્ટિનો સર્જનહાર - Ram Shrushti No Sarjanhar - Gujarati & English Lyrics

રામ, સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લ્યો
એણે કીધો મનુષ્ય અવતાર, એને તમે ઓળખી લ્યો
જુઓ પાણી પરપોટાનું પૂતળું કર્યું,
એમાં જળ કેરા બિંદુનું જાદુ ભર્યું.

માના ઉદરમાં બેસી ઘડનારા એને તમે ઓળખી લ્યો.
જુઓ મોર પીંછમાં રંગ કોણે પૂર્યા,

એવા કીડીનાં આંતરડાં કોણે ઘડ્યાં
એ તો ઝીણી કળાનો ઘડનાર, એને તમે ઓળખી લ્યો

સમંદર છલકાય, નીર ક્યાંથી આવ્યા
એવા વળતાં પાણીડાં, ક્યારે સૂકાયા
એની લીલા છે અપરંપાર, એને તમે ઓળખી લ્યો

જુઓ આકાશે વાદળા કેવાં છવાયાં,
એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા
જેના હુકમથી વૃષ્ટિ થનાર, એને તમે ઓળખી લ્યો

જુઓ નાળિયેરના ઝાડ ઘણા ઊંચા કર્યા,
એના ફળમાં ત્રણ ત્રણ પડદા કર્યા.
એમાં પાણીનો ભરનાર, તમે ઓળખી લ્યો.

જુઓ જન્મ્યા પહેલાં પોષણ સાધન કર્યા,
હાડમાંસ રુધિર વચ્ચે દુધ ભર્યા
એને ચિંતા છે અપરંપાર એને તમે ઓળખી લ્યો.

મારું મનડું તો મળવાને જ્યાં ત્યાં ફરે,
રામભક્ત જોઇને એનું હૈયું ઠરે
વા’લો ભક્તોના હૈયાનો હાર, એને તમને ઓળખી લ્યો
રામ, સૃષ્ટિનો સરજનહાર એને તમે ઓળખી લ્યો.

Ram Shrushti No Sarjanhar

Rāma, sṛuṣhṭino sarjanahāra, ene tame oḷakhī lyo
Eṇe kīdho manuṣhya avatāra, ene tame oḷakhī lyo
Juo pāṇī parapoṭānun pūtaḷun karyun,
Emān jaḷ kerā bindunun jādu bharyun.

Mānā udaramān besī ghaḍanārā ene tame oḷakhī lyo. Juo mor pīnchhamān ranga koṇe pūryā,

Evā kīḍīnān āntaraḍān koṇe ghaḍyān
E to zīṇī kaḷāno ghaḍanāra, ene tame oḷakhī lyo

Samandar chhalakāya, nīr kyānthī āvyā
Evā vaḷatān pāṇīḍān, kyāre sūkāyā
Enī līlā chhe aparanpāra, ene tame oḷakhī lyo

Juo ākāshe vādaḷā kevān chhavāyān,
Emān amṛut jevā nīr koṇe bharyā
Jenā hukamathī vṛuṣhṭi thanāra, ene tame oḷakhī lyo

Juo nāḷiyeranā zāḍ ghaṇā ūnchā karyā,
Enā faḷamān traṇ traṇ paḍadā karyā.
Emān pāṇīno bharanāra, tame oḷakhī lyo.

Juo janmyā pahelān poṣhaṇ sādhan karyā,
Hāḍamānsa rudhir vachche dudh bharyā
Ene chintā chhe aparanpār ene tame oḷakhī lyo.

Mārun manaḍun to maḷavāne jyān tyān fare,
Rāmabhakta joine enun haiyun ṭhare
Vā’lo bhaktonā haiyāno hāra, ene tamane oḷakhī lyo
Rāma, sṛuṣhṭino sarajanahār ene tame oḷakhī lyo.

Divya Publication. (2020). કિર્તન સાગર

Ram Srushti Na Sarjanhar | Pravinaben Rajput | Superhit Ram Bhajan | Devotional Songs | Ashok Sound. (2021, July 6) YouTube