રામે સરોવર ખોદિયાં, લખમણ બાંધે પાળ
સીતાજી પાણીડાં સાંચર્યા, મરઘાનણી નાર
તું તો મારે મન લખમણ જતિ મને ઘડીયેય ન વિસરે રામ !
સોનાની શિંગડીએ, રૂપલાની ખરીએ, મૃગલો ચરી ચરી જાય,
કંથડો મારો લાગે સોહામણો, મૃગલો મારવાને જાય !
તું તો મારે મન…
જોગી વેશે રાવણ આવ્યો, દસ માથાંડો દૈત,
ભિક્ષા ધોને સતી સીતવા, અમે ભૂખ્યા અતીત,
તું તો મારે મન…
થાળ ભરીને સીતા વનફળ લાવ્યાં, લ્યોને બાવાજી થાળ,
છૂપી ભિક્ષા અમે નૈ લઈએ, ગુરૂજીને બેસે ગાળ
તું તો મારે મન…
પેલો તે પગ એણે પાવડીએ દીધો, બીજો મઢીની બાર,
બાવડી ઝાલી ખભે ચડાવી, લઈ ગિયો લંકા મોઝાર
તું તો મારે મન…
સવા તે લાખનો ચૂડો મગાવું, આપું એકાવળ હાર,
અંગૂઠડીમાં રતન મઢાવું, ઘડી એક રામ વિસાર
તું તો મારે મન…
ચૂડલો તે તારો પથ્થર પછાડું, બાળું એકાવળ હાર,
અંગૂઠડીમાં તારી આગ મેલાવું, ભવોભવ રામ ભરથાર
તું તો મારે મન…
Rame Sarovar Khodiya, Lakhaman Bandhe Pal
Rame sarovar khodiyan, lakhaman bandhe pal
Sitaji panidan sancharya, maraghanani nara
Tun to mare man lakhaman jati mane ghadiyeya n visare ram !
Sonani shingadie, rupalani kharie, mrugalo chari chari jaya,
Kanthado maro lage sohamano, mrugalo maravane jaya !
Tun to mare mana…
Jogi veshe ravan avyo, das mathando daita,
Bhiksha dhone sati sitava, ame bhukhya atita,
Tun to mare mana…
Thal bharine sit vanafal lavyan, lyone bavaji thala,
Chhupi bhiksha ame nai laie, gurujine bese gala
Tun to mare mana…
Pelo te pag ene pavadie didho, bijo madhini bara,
Bavadi zali khabhe chadavi, lai giyo lanka mozara
Tun to mare mana…
Sav te lakhano chudo magavun, apun ekaval hara,
Anguṭhadiman ratan madhavun, ghadi ek ram visara
Tun to mare mana…
Chudalo te taro paththar pachhadun, balun ekaval hara,
Anguṭhadiman tari ag melavun, bhavobhav ram bharathara
Tun to mare mana…
રામે સરોવર ખોદીયાને. . . લક્ષ્મણ બાંધે પાર. . . ૬ . માળા. (2020, October 11). YouTube