રસિયા પાટણ શહેરને પાદર - Rasiyā Pāṭaṇ Shaherane Pādara - Lyrics

રસિયા પાટણ શહેરને પાદર

રસિયા પાટણ શહેરને પાદર પારસ પીપળો રે લોલ
રસિયા તીયાં રે બંધાવો હાલણ હીંચકો રે લોલ

રસિયા તીયાં રે હીંચકીએ આપણ બેઉ જણાં રે લોલ
રસિયા હીંચકડો તૂટ્યો ને પડિયા બેઉ જણાં રે લોલ

રસિયા અમને રે વાગ્યું ને તમને ઘણી ખમ્મા રે લોલ
રસિયા રીંસે ભરાતી બોલું કે તમને ઘણી ખમ્મા રે લોલ

રસિયા તમને તે પરણાવું વાણિયણ વેવલી રે લોલ
રસિયા પાણીની ભરનારી વાણિયણ વેવલી રે લોલ

રસિયા તમને તે પરણાવું ગામ ગરાસણી રે લોલ
રસિયા ચાકળડે બેસનારી ગામ ગરાસણી રે લોલ

રસિયા કિયો તો પરણાવું નાગર ભ્રામણી રે લોલ
રસિયા રસોઈની કરનારી નાગર ભ્રામણી રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર વાણીડાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી તે વોરો રે નવરંગ ચૂંદડી રે લોલ
રસિયા ચૂંદલડી ઓઢ્યાના અમને કોડ ઘણા રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર મણિયારાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી તે ઊતરાવો નવરંગ ચૂડલો રે લોલ
રસિયા ચૂડલડો પહેર્યાની અમને હોંશ ઘણી રે લોલ

રસિયા પાટણ શહેરને પાદર સોનીડાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી તે ઘડાવો ઝાલ ઝૂમણાં રે લોલ
રસિયા ઝાલ ઝૂમણાં પેર્યાની અમને ખંત ઘણી રે લોલ

રસિયા પીપળિયાની ડાળે બાંધ્યો હીંચકો રે લોલ
રસિયા ઈ હીંચકડે ઝૂલીએ આપણ બેઉ જણાં રે લોલ


Rasiyā Pāṭaṇ Shaherane Pādara

Rasiyā pāṭaṇ shaherane pādar pāras pīpaḷo re lola
Rasiyā tīyān re bandhāvo hālaṇ hīnchako re lola

Rasiyā tīyān re hīnchakīe āpaṇ beu jaṇān re lola
Rasiyā hīnchakaḍo tūṭyo ne paḍiyā beu jaṇān re lola

Rasiyā amane re vāgyun ne tamane ghaṇī khammā re lola
Rasiyā rīnse bharātī bolun ke tamane ghaṇī khammā re lola

Rasiyā tamane te paraṇāvun vāṇiyaṇ vevalī re lola
Rasiyā pāṇīnī bharanārī vāṇiyaṇ vevalī re lola

Rasiyā tamane te paraṇāvun gām garāsaṇī re lola
Rasiyā chākaḷaḍe besanārī gām garāsaṇī re lola

Rasiyā kiyo to paraṇāvun nāgar bhrāmaṇī re lola
Rasiyā rasoīnī karanārī nāgar bhrāmaṇī re lola

Rasiyā pāṭaṇ shaherane pādar vāṇīḍānā hāṭ chhe re lola
Rasiyā tyānthī te voro re navaranga chūndaḍī re lola
Rasiyā chūndalaḍī oḍhyānā amane koḍ ghaṇā re lola

Rasiyā pāṭaṇ shaherane pādar maṇiyārānā hāṭ chhe re lola
Rasiyā tyānthī te ūtarāvo navaranga chūḍalo re lola
Rasiyā chūḍalaḍo paheryānī amane honsha ghaṇī re lola

Rasiyā pāṭaṇ shaherane pādar sonīḍānā hāṭ chhe re lola
Rasiyā tyānthī te ghaḍāvo zāl zūmaṇān re lola
Rasiyā zāl zūmaṇān peryānī amane khanta ghaṇī re lola

Rasiyā pīpaḷiyānī ḍāḷe bāndhyo hīnchako re lola
Rasiyā ī hīnchakaḍe zūlīe āpaṇ beu jaṇān re lola

Source: Mavjibhai