રે પંખીડા! સુખથી ચણજો - Re Pankhida! Sukhathi Chanajo - Lyrics

રે પંખીડા! સુખથી ચણજો

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો‘દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે

રે! રે! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો’ હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે! રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી

-કલાપી


Re Pankhida! Sukhathi Chanajo

Re pankhida! Sukhathi chanajo
Re pankhida! Sukhathi chanajo, git v kani gajo
Shane avan mujathi darine, khel chhodi udo chho?

Pase jevi charati hati a gaya tevo j hun chhun
N n ko‘di tam sharirane kani hani karun hun

N padi chhe tam taraf kain fenkav maline men
Khullun marun upavan sad pankhidan sarvane chhe

Re! Re! to ye kudaratathi mali tev biv janothi
Chho bitan to mujathi pan sau kshem teman j mani

Jo udo to jarur dar chhe krur ko’ hastano, ha
Pano fenke tam tarafa, re! Khel e to janona

Du:khi chhun ke kudarat tan samyanun aikya tyagi
Re! Re! Satṭa tam par jano bhogave krur avi

-kalapi

Source: Mavjibhai