સાયબા સડકું બંધાવ્ય, વાગડ જાવું - Saiba Sadku Bandhavy Vaagad Javu - Gujarati & English Lyrics

સાયબા સડકું બંધાવ્ય, વાગડ જાવું,
વાગડ જાવું મારે ભૂજ શે’ર જાવું
સાયબા…

વાગડની વાટે મુને તડકલડા લાગે,
સાયબા આંબા. રોપાવ્ય, વાગડ જાવું
સાયબા…

વાગડની વાટે મુને તરસલડી લાગે,
સાયબા વાવ્યું ગળાવ્ય,વાગડ જાવું
સાયબા…

વાગડની વાટે મુને ભૂખલડી લાગે,
સાયબા કંદોઈ બેસાડ્ય,વાગડ જાવું
સાયબા…

Saiba Sadku Bandhavy Vaagad Javu

Sayab sadakun bandhavya, vagad javun,
Vagad javun mare bhuj she’r javun
Sayaba…

Vagadani vate mune tadakalad lage,
Sayab anba. Ropavya, vagad javun
Sayaba…

Vagadani vate mune tarasaladi lage,
Sayab vavyun galavya,vagad javun
Sayaba…

Vagadani vate mune bhukhaladi lage,
Sayab kandoi besadya,vagad javun
Sayaba…