સાયબો જી રે પોઢ્યો પલંગમાં
જીવે મારી નણદીનો વીર !
સાયબો જી રે પોઢ્યો પલંગમાં.
કડલાં જી રે મારાં મૈયરનાં,
કાંબિયું જી રે રાજા સાહેબની,
જીવે મારી નણદીનો વીર !
સાયબો જી રે પોઢયો પલંગમાં.
ચૂડલી જી રે મારાં મૈયરનો,
ગુજરી જી રે રાજા સાહેબની,
જીવે મારી નણદીનો વીર !
સાયબો જી રે મારાં મૈયરની,
ઝરમર જીરે મારાં મૈયરની
તુળસી જી રે રાજા સાહેબની,
જીવે મારી નણદીનો વીર !
સાયબા જી રે પોઢયા પલંગમાં.
નયણી જી રે મારાં મૈયરની,
ટીલડી જી રે રાજા સાહેબની,
જીવ મારી નણદીનો વીર !
સાયબો જી રે પોઢ્યો પલંગમાં.
Saibo Ji Re Podhyo Palangama
Sayabo ji re podhyo palangaman
Jive mari nanadino vir !
Sayabo ji re podhyo palangaman.
Kadalan ji re maran maiyaranan,
Kanbiyun ji re raj sahebani,
Jive mari nanadino vir !
Sayabo ji re podhayo palangaman.
Chudali ji re maran maiyarano,
Gujari ji re raj sahebani,
Jive mari nanadino vir !
Sayabo ji re maran maiyarani,
Zaramar jire maran maiyarani
Tulasi ji re raj sahebani,
Jive mari nanadino vir !
Sayab ji re podhaya palangaman.
Nayani ji re maran maiyarani,
Tiladi ji re raj sahebani,
Jiv mari nanadino vir !
Sayabo ji re podhyo palangaman.