સૈયર તારા કિયા છૂંદણે - Saiyar Tar Kiya Chhundane - Lyrics

સૈયર તારા કિયા છૂંદણે

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર
મંન ભરીને મોહે એવો કિયો ટૂચકો સૂઝ્યો સૈયર

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી
સૈયર તારા ઉજાગરાની કિયા તારલે સાખ્યું પૂરી

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને

સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ કહેને
સૈયર તારા કિયા ફૂલની લૂમી ઝૂમી વેલ કહેને

-માધવ રામાનુજ

Saiyar Tar Kiya Chhundane

Saiyar tar kiya chhundane mohyo taro chhel kahene
Saiyar tar kiya fulani lumi zumi vel kahene

Kiya varataman pancha angale kiyo pipalo pujyo saiyara
Manna bharine mohe evo kiyo tuchako suzyo saiyara

Saiyar tar kiya chhundane mohyo taro chhel kahene
Saiyar tar kiya fulani lumi zumi vel kahene

Kuvane kanthe kai ghadie rahi gai vat adhuri
Saiyar tar ujagarani kiya tarale sakhyun puri

Saiyar tar kiya chhundane mohyo taro chhel kahene
Saiyar tar kiya fulani lumi zumi vel kahene

Saiyar tar kiya chhundane mohyo taro chhel kahene
Saiyar tar kiya fulani lumi zumi vel kahene

-madhav ramanuja

Source: Mavjibhai