સાંભળો કામની કૃષ્ણ કાયર કહે - Sanbhalo Kamni Krushna Kayr Kahe - Gujarati & English Lyrics

સાંભળો કામની કૃષ્ણ કાયર કહે, તાહરા મંદિરથકો નહીરે જાઉં;
અવર કો નાર નહીં તૂજ સારખી, જેહને ફૂલ કરી હું બંધાઉં.
તું વનવેલડી, હું વનમાળી, સીંચવે સમર્થ દૃષ્ટિ કરૂં;
તુજ પાસલે રાખું શીતલ પાણિ ધરી, પ્રેમની વાડ કરૂં.
સાંભળો સુંદરી એમ કહે શ્રીહરિ, જેની ફૂલમાળા કરી હું રે બાંધ્યો;
ચૌદ ભુવનતણાં બંધન છોડવું, મેં જાણ્યું તે મોહની મંત્ર સાધ્યો.
માન તું માનની, માન માગી કહું, નહીં તજું મંદિર બોલ દીધો;
નરસિંહાચો સ્વામી, સર્વે રસ લહ્યો, સુરત સગ્રામ આધીન કીધો.

Sanbhalo Kamni Krushna Kayr Kahe

Sanbhalo kamani krushna kayar kahe, tahar mandirathako nahire jaun;
Avar ko nar nahin tuj sarakhi, jehane ful kari hun bandhaun.
Tun vanaveladi, hun vanamali, sinchave samartha drushti karun;
Tuj pasale rakhun shital pani dhari, premani vad karun.
Sanbhalo sundari em kahe shrihari, jeni fulamal kari hun re bandhyo;
Chaud bhuvanatanan bandhan chhodavun, men janyun te mohani mantra sadhyo.
Man tun manani, man magi kahun, nahin tajun mandir bol didho;
Narasinhacho swami, sarve ras lahyo, surat sagram adhin kidho.

– નરસિંહ મહેતા