સંતાઈ રહેશે ક્યાં સુધી?
સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં?
તુજને જોવા ચાહું છું તારા અસલ લિબાસમાં!
ધર્મ ને કર્મજાળમાં મુજને હવે ફસાવ ના
મુજમાં તું ઓતપ્રોત છે હું તારા શ્વાસેશ્વાસમાં!
દર્શની લાલસા મને ભક્તિની લાલસા તને
બોલ હવે ક્યાં ફરક તુજમાં ને તારા દાસમાં?
મુજને નથી કાં સ્પર્શતાં તારાં અભયવચન બધાં
પૂરાં કરીશ શું બધાં તું તારા સ્વર્ગવાસમાં?
તારુંય દિલ વિચિત્ર છે તારો સ્વભાવ છે અજબ
કેમ રહે છે દૂર દૂર રહીને તું આસપાસમાં?
મારો જગત નિવાસ છે તારો નિવાસ મુજ હૃદય
હું તારા વાસમાં દુઃખી તું સુખી મારા વાસમાં?
संताई रहेशे क्यां सुधी?
संताई रहेशे क्यां सुधी तुं हवे तारा वासमां?
तुजने जोवा चाहुं छुं तारा असल लिबासमां!
धर्म ने कर्मजाळमां मुजने हवे फसाव ना
मुजमां तुं ओतप्रोत छे हुं तारा श्वासेश्वासमां!
दर्शनी लालसा मने भक्तिनी लालसा तने
बोल हवे क्यां फरक तुजमां ने तारा दासमां?
मुजने नथी कां स्पर्शतां तारां अभयवचन बधां
पूरां करीश शुं बधां तुं तारा स्वर्गवासमां?
तारुंय दिल विचित्र छे तारो स्वभाव छे अजब
केम रहे छे दूर दूर रहीने तुं आसपासमां?
मारो जगत निवास छे तारो निवास मुज हृदय
हुं तारा वासमां दुःखी तुं सुखी मारा वासमां?
Santai Raheshe Kyan Sudhi?
Santai raheshe kyan sudhi tun have tara vasaman? Tujane jova chahun chhun tara asal libasaman!
Dharma ne karmajalaman mujane have fasav na
Mujaman tun otaprot chhe hun tara shvaseshvasaman!
Darshani lalasa mane bhaktini lalasa tane
Bol have kyan farak tujaman ne tara dasaman?
Mujane nathi kan sparshatan taran abhayavachan badhan
Puran karish shun badhan tun tara svargavasaman?
Tarunya dil vichitra chhe taro svabhav chhe ajaba
Kem rahe chhe dur dur rahine tun asapasaman?
Maro jagat nivas chhe taro nivas muj hrudaya
Hun tara vasaman duahkhi tun sukhi mara vasaman?
Santāī raheshe kyān sudhī?
Santāī raheshe kyān sudhī tun have tārā vāsamān? Tujane jovā chāhun chhun tārā asal libāsamān!
Dharma ne karmajāḷamān mujane have fasāv nā
Mujamān tun otaprot chhe hun tārā shvāseshvāsamān!
Darshanī lālasā mane bhaktinī lālasā tane
Bol have kyān farak tujamān ne tārā dāsamān?
Mujane nathī kān sparshatān tārān abhayavachan badhān
Pūrān karīsh shun badhān tun tārā svargavāsamān?
Tārunya dil vichitra chhe tāro svabhāv chhe ajaba
Kem rahe chhe dūr dūr rahīne tun āsapāsamān?
Māro jagat nivās chhe tāro nivās muj hṛudaya
Hun tārā vāsamān duahkhī tun sukhī mārā vāsamān?
Source : બદરી કાચવાલા