સાત સાત ભાઈઓ ને એક બેનડી - Sāt Sāt Bhāīo Ne Ek Benaḍī - Lyrics

સાત સાત ભાઈઓ ને એક બેનડી

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ
પહેરી ઓઢી કરે લીલા લહેર જો
સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ
મંડાણી લગનિયાની વાત જો
લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

એ જી રે… લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ

પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ
પેટીયું પટારા પચાસ જો
કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ

લઈને હાલ્યા બેનીબા સાસરે રે લોલ
આવડે નહિ રસોડાના કામ જો
સુખી માવતરની આ તો દીકરી રે લોલ

એ જી રે… સુખી માવતરની આ તો દીકરી રે લોલ

સાસુએ મેણાં સંભળાવિયા રે લોલ
નણંદલે દીધી એને ગાળ્ય જો
કાગળ લખ્યો બેનીએ કારમો રે લોલ

વે’લા આવો ને મારાં વીરલાં રે લોલ
દુઃખમાં ઘેરાણી તારી બેન જો
કાગળ વાચીને વે’લા આવજો રે લોલ

એ જી રે… કાગળ વાચીને વે’લા આવજો રે લોલ

સાતમ વીતી ને વીરો ના આવ્યા રે લોલ
કાઢી નાખ્યા પંડમાંથી પ્રાણ જો
કાણે જવાબ સૌએ સાંભળ્યો રે લોલ

સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ
પહેરી ઓઢી કરે લીલા લહેર જો
સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ

એ જી રે… સાત રે ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ


Sāt Sāt Bhāīo Ne Ek Benaḍī

Sāt sāt bhāīo ne ek benaḍī re lola
Paherī oḍhī kare līlā laher jo
Sāt bhojāīmān naṇanda lāḍakyān re lola

Bāluḍo vesh benīno vayo gayo re lola
Manḍāṇī laganiyānī vāt jo
Lagan līdhān benīnān ḍhūnkaḍān re lola

E jī re… Lagan līdhān benīnān ḍhūnkaḍān re lola

Pāṇī paramāṇe paiso vāparyo re lola
Peṭīyun paṭārā pachās jo
Kariyāvar karyo benīne sāmaṭo re lola

Laīne hālyā benībā sāsare re lola
Āvaḍe nahi rasoḍānā kām jo
Sukhī māvataranī ā to dīkarī re lola

E jī re… Sukhī māvataranī ā to dīkarī re lola

Sāsue meṇān sanbhaḷāviyā re lola
Naṇandale dīdhī ene gāḷya jo
Kāgaḷ lakhyo benīe kāramo re lola

Ve’lā āvo ne mārān vīralān re lola
Duahkhamān gherāṇī tārī ben jo
Kāgaḷ vāchīne ve’lā āvajo re lola

E jī re… Kāgaḷ vāchīne ve’lā āvajo re lola

Sātam vītī ne vīro nā āvyā re lola
Kāḍhī nākhyā panḍamānthī prāṇ jo
Kāṇe javāb saue sānbhaḷyo re lola

Sāt sāt bhāīo ne ek benaḍī re lola
Paherī oḍhī kare līlā laher jo
Sāt bhojāīmān naṇanda lāḍakyān re lola

E jī re… Sāt re bhojāīmān naṇanda lāḍakyān re lola

Source: Mavjibhai