સાથીયા પુરાવો દ્વારે - Sathiya Puravo Dvare - Gujarati & English Lyrics

સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી…

વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી…

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી.

Sathiya Puravo Dvare

Sathiya puravo dvare, divad pragatavo raja…
Aj mare angane padharashe man pavavali…

Vanziyano meno tali ramav rajakumar de man, kholano khundanar de
Kunvari kanyane madi managamato bharathar de man, pritamajino pyar de

Nirdhanane dhanadhan ape, rakhe madi sauni laja
Aj mare angane padharashe man pavavali…

Kumakum pagal bharashe madi sate pedhi tarashe
Adyashakti man pavavali pid janam janamani harashe

Dai dai tali gao aj vajintro vagadavo raja
Aj mare angane padharashe man pavavali.

Saathiya Puravo Dware | સાથીયા પુરાવો દ્વારે | Anand Kumar C, Usha Mangeshkar. (2019, December 12). YouTube