સાવ અમારી જાત અલગ છે - Sav Amari Jat Alag Chhe - Lyrics

સાવ અમારી જાત અલગ છે

સાવ અમારી જાત અલગ છે કરવી છે તે વાત અલગ છે
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે

નખશિખ કવચ ધરી શું કરિયેં આડી ઢાલ ધરી શું કરિયેં
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરનાં આઘાત અલગ છે

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા
એ ય ભલે જાણી લેતાં કે તરણાની તાકાત અલગ છે

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે
એક ઘડી અળગું નવ લાગે સાજનની સોગાત અલગ છે

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે ભાત અલગ છે

-રાજેન્દ્ર શુક્લ


Sav Amari Jat Alag Chhe

Sav amari jat alag chhe karavi chhe te vat alag chhe
Sutelannan swapna alag ne jage teni rat alag chhe

Nakhashikh kavach dhari shun kariyen adi dhal dhari shun kariyen
Adith rahine marma bhedat andaranan aghat alag chhe

Akheakhun zanzedi a zanzavato ghor susavata
E ya bhale jani letan ke taranani takat alag chhe

Shvase shvase sugandha jevun hovane ogali nakhe
Ek ghadi alagun nav lage sajanani sogat alag chhe

Bhari sabhaman ek emani vat anokhi kan lage a
Shabdo en e j parantu pot alag chhe bhat alag chhe

-rajendra shukla

Source: Mavjibhai