શાંત ઝરૂખે વાટ નિરખતી - Shant Zarukhe Vaat Nikharti - Lyrics

શાંત ઝરૂખે વાટ નિરખતી

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપ ની રાણી જોઈ હતી (૨)
મે એક સહ્જાદી જોઈ હતી

એના હાથ ની મહેંદી હસતી તી
એની આંખ નું કાજળ હસતું તુ
એક નાનું સરખુું ઉપવન જાણે
મૌસમ જોઈ વિકસતું તું
એના સ્મિત માં સો સો ગીત હતા
એની ચૂપકિદી સંગીત હતી
એને પડસાયા ની હતી લગન
એને પગરવ સાથે પ્રિત હતી

એણે યાદ ના આસોપાલવ થી
એક સ્વપ્ન મહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખી ને
એણે સમય ને રોકી રાખ્યો તો
એ મોજા જેમ ઉસળતી ને
પવન ની જેમ લહેરાતી તી
કોઈ હસીન સામે આવે તો
બહુ પ્યાર ભર્યું શરમાતી તી
એને ઔવન ની આશીસ હતી
એને સર્વે બળા ઓ દૂર હતી
એના પ્રેમ માં ભાગીદાર થવા
કૂદ કુદરત પણ આતૂર હતી

વર્ષો બાદ ફરી થી આજે એજ ઝરૂખો જોયો છે
ત્યા ગીત નથી સંગીત નથી
ત્યા પગરવ સાથે પ્રીત નથી
ત્યા સ્વપ્ના ઓના મહેલ નથી
ને ઉરમીઓ ના ખેલ નથી
બહુ સુનુ સુનુ લાગે છે બહુ વસમુ વસમુ લાગે છે
તે ન્હોતી મારી પ્રેમીકા તે ન્હોતી મારી દુલ્હન
મેતો એને માત્ર જરૂખે વાટ નિરખતી જોઈ હતી
કોણ હતી એ નામ હતું છું એ પણ હું ક્યા જાણું છું
તેમ છતા એ દિલ ને આજે વસમું વસમુ લાગે છે
બહું સુનુ સુનુ લાગે છે.

-સૈફ પાલનપુરી


Shanṭa Zarukhe Vaat Nirakhati

Shanṭa zarukhe vat nirakhati
Rup ni rani joi hati (2)
Me ek sahjadi joi hati

En hath ni mahendi hasati ti
Eni ankha nun kajal hasatun tu
Ek nanun sarakhuuan upavan jane
Mausam joi vikasatun tun
En smit man so so git hata
Eni chupakidi sangit hati
Ene padasaya ni hati lagana
Ene pagarav sathe prit hati

Ene yad n asopalav thi
Ek swapna mahel shanagaryo to
Jar najar ne nichi rakhi ne
Ene samaya ne roki rakhyo to
E moj jem usalati ne
Pavan ni jem laherati ti
Koi hasin same ave to
Bahu pyar bharyun sharamati ti
Ene auvan ni ashis hati
Ene sarve bal o dur hati
En prem man bhagidar thava
Kud kudarat pan atur hati

Varsho bad fari thi aje ej zarukho joyo chhe
Tya git nathi sangit nathi
Tya pagarav sathe prit nathi
Tya swapna on mahel nathi
Ne uramio n khel nathi
Bahu sunu sunu lage chhe bahu vasamu vasamu lage chhe
Te nhoti mari premik te nhoti mari dulhana
Meto ene matra jarukhe vat nirakhati joi hati
Kon hati e nam hatun chhun e pan hun kya janun chhun
Tem chhat e dil ne aje vasamun vasamu lage chhe
Bahun sunu sunu lage chhe.

-Saif Palanpuri