जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान ।
कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ મૂલ સુજાન ।
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન ॥
[ભાવાર્થ] - શિવ ચાલીસાના રચયિતા શ્રી અયોધ્યાદાસજી રચના પ્રારંભ કરવા પૂર્વ ગણેશજીની વંદના કરતા લખે છે કે, “જે સમસ્ત મંગલ કાર્યોના જ્ઞાતા છે એ ગૌરીપુત્ર ગણેશજીની જય હો. હે ગણેશજી ! આ કાર્યને નિર્વિઘ્ન સમાપ્ત કરવાનું વરદાન આપો.”
जय गिरिजापति दीनदयाला । सदा करत संतन प्रतिपाला ॥
જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સંતન પ્રતિપાલા ॥
[ભાવાર્થ] - જે દીન જનો પર કૃપા કરનાર છે અને સંત જનોની સદા રક્ષા કરે છે એવાં પાર્વતી (ગિરિજા) પતિ શંકર ભગવાનની જય હો.
भाल चन्द्रमा सोहत नीके । कानन कुण्डल नागफनी के ॥
ભાલ ચન્દ્રમા સોહત નીકે । કાનન કુણ્ડલ નાગફની કે ॥
[ભાવાર્થ] - જેમના મસ્તક પર ચંદ્રમા શોભાયમાન છે અને જેમણે કાનોમાં નાગફણીના કુંડલ ધારણ કર્યા છે.
संग गौर सिर गंग बहाये । मुण्डमाल तन क्षार लगाये ॥
સંગ ગૌર સિર ગંગ બહાયે । મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥
[ભાવાર્થ] - જેમનું અંગ ગૌરવર્ણ છે, શીશ પર ગંગાની ધારા વહે છે, ગળામાં મુણ્ડોની માળા છે અને શરીર પર ભસ્મ છે.
वस्त्र खाल वाधम्बर सोहै । छवि को देखि नाग मुनि मोहै ॥
વસ્ત્ર ખાલ વાધમ્બર સોહૈ । છવિ કો દેખિ નાગ મુનિ મોહૈ ॥
[ભાવાર્થ] - જેમણે વાઘની ખાલના વસ્ત્ર ધારણ કર્યા છે, એવાં શિવજી ની શોભા જોઈને નાગ અને મુનિ પણ મોહિત થઈ જાય છે.
मैना मातु कि हवै दुलारी । वाम अंग सोहत छवि न्यारी ॥
મૈના માતુ કિ હવૈ દુલારી । વામ અંગ સોહત છવિ ન્યારી ॥
[ભાવાર્થ] - મહારાણી મૈનાની દુલારી પુત્રી પાર્વતી એમના ડાબી બાજુએ સુશોભિત થઈ રહ્યા છે.
कर त्रिशूल सोहत छवि भारी । करत सदा शत्रुन क्षयकारी ॥
કર ત્રિશૂલ સોહત છવિ ભારી । કરત સદા શત્રુન ક્ષયકારી ॥
[ભાવાર્થ] - જમના હાથોમાં ત્રિશૂલ અત્યંત સુંદર પ્રતીત થઈ રહ્યું છે, કે જે નિરંતર શત્રુઓનો વિનાશ કરતું રહ્યું છે.
नंदि गणेश सोहैं तहँ कैसे । सागर मध्य कमल हैं जैसे ॥
નંદિ ગણેશ સોહૈં તહઁ કૈસે । સાગર મધ્ય કમલ હૈં જૈસે ॥
[ભાવાર્થ] - ભગવાન શંકરજીના સમીપ નંદી અને ગણેશજી એવાં સુંદર લાગે છે, જેમ સાગરની મધ્યમાં કમળ શોભાયમાન હોય છે.
कार्तिक श्याम और गणराऊ । या छवि को कहि जात न काऊ ॥
કાર્તિક શ્યામ ઔર ગણરાઊ । યા છવિ કો કહિ જાત ન કાઊ ॥
[ભાવાર્થ] - શ્યામ, કાર્તિકેય અને એમના કરોડો ગણની છબી ના વખાણ કરવું કોઈ માટે સંભવ નથી.
देवन जबहीं जाय पुकारा । तबहीं दुःख प्रभु आप निवारा ॥
દેવન જબહીં જાય પુકારા । તબહીં દુઃખ પ્રભુ આપ નિવારા ॥
[ભાવાર્થ] - હે પ્રભુ ! જ્યારે-જ્યારે દેવતાઓએ આપની સન્મુખ પુકાર કરી છે ત્યારે-ત્યારે આપે એમના દુઃખોનું નિવારણ કર્યું છે.
कियो उपद्रव तारक भारी । देवन सब मिलि तुमहिं जुहारी ॥
કિયો ઉપદ્રવ તારક ભારી । દેવન સબ મિલિ તુમહિં જુહારી ॥
[ભાવાર્થ] - જ્યારે તારકાસુરે ખૂબ અધિક ઉત્પાત કર્યો હતો ત્યારે બધા દેવતાઓએ મળીને પોતાની રક્ષા કરવા માટે આપની શરણ લીધી.
तुरत षडानन आप पठायउ । लव निमेष महँ मारि गिरायउ ॥
તુરત ષડાનન આપ પઠાયઉ । લવ નિમેષ મહઁ મારિ ગિરાયઉ ॥
[ભાવાર્થ] - ત્યારે આપે તુરંત ષડાનન (સ્વામી કાર્તિકેય) ને મોકલ્યા જેમણે ક્ષણમાત્રમાં જ તારકાસુર રાક્ષસમે મારી નાખ્યો.
आप जलंधर असुर संहारा । सुयश तुम्हार विदित संसारा ॥
આપ જલંધર અસુર સંહારા । સુયશ તુમ્હાર વિદિત સંસારા ॥
[ભાવાર્થ] - આપે સ્વયં જલન્ધર નામક અસુરનો સંહાર કર્યો, જેનાથી આપના યશ તથા બળને સંપૂર્ણ સંસાર જાણે છે.
त्रिपुरासुर सन युद्ध मचाई । सबहिं कृपा करि लीन बचाई ॥
ત્રિપુરાસુર સન યુદ્ધ મચાઈ । સબહિં કૃપા કરિ લીન બચાઈ ॥
[ભાવાર્થ] - ત્રિપુર નામક અસુર સાથે યુદ્ધ કરી આપે કૃપા કરી બધા દેવતાઓને બચાવી લીધા.
किया तपहिं भागीरथ भारी । पुरव प्रतिज्ञा तासु पुरारी ॥
કિયા તપહિં ભાગીરથ ભારી । પુરવ પ્રતિજ્ઞા તાસુ પુરારી ॥
[ભાવાર્થ] - જ્યારે ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા મહાન તપ કર્યું ત્યારે આપે આપની જટાઓમાંથી ગંગાને છોડી એમની પ્રતિજ્ઞાને પૂર્ણ કરી.
दानिन महँ तुम सम कोइ नाहीं । सेवक स्तुति करत सदाहीं ॥
દાનિન મહઁ તુમ સમ કોઇ નાહીં । સેવક સ્તુતિ કરત સદાહીં ॥
[ભાવાર્થ] - સંસારના બધા દાનિઓમાં આપની સમાન કોઈ દાનિ નથી. ભક્ત આપની સદા વંદના કરતા રહે છે.
वेद माहि महिमा तब गाई । अकथ अनादि भेद नहीं पाई ॥
વેદ માહિ મહિમા તબ ગાઈ । અકથ અનાદિ ભેદ નહીં પાઈ ॥
[ભાવાર્થ] - આપ અનાદિ (પ્રાચીન) હોવાનો ભેદ કોઈ પણ બતાવી નથી શક્યું. વેદોમાં પણ આપની મહિમા ગાવામાં આવી છે.
प्रकटी उदधि मथन ते ज्वाला । जरत सुरासुर भए विहाला ॥
પ્રકટી ઉદધિ મથન તે જ્વાલા । જરત સુરાસુર ભએ વિહાલા ॥
[ભાવાર્થ] - દેવાસુર સંગ્રામ બાદ જ્યારે સમુદ્ર મંથન કરવાથી વિષ ઉત્પન્ન થયું ત્યારે દેવતા અને રાક્ષસ બધા એના પ્રભાવથી બેહાલ થઈ ગયા.
कीन्ह दया तहँ करी सहाई । नीलकंठ तव नाम कहाई ॥
કીન્હ દયા તહઁ કરી સહાઈ । નીલકંઠ તવ નામ કહાઈ ॥
[ભાવાર્થ] - ત્યારે આપે દયા કરી એમની સહાયતા કરી અને જ્વાલા પાન કર્યું. ત્યારથી જ આપનું નામ નીલકંઠ કહેવાયું.
पूजन रामचन्द्र जब कीन्हा । जीत के लंक विभीषण दीन्हा ॥
પૂજન રામચન્દ્ર જબ કીન્હા । જીત કે લંક વિભીષણ દીન્હા ॥
[ભાવાર્થ] - શ્રી રામચંદ્રજીએ લંકા પર ચડાઈ કરવા પહેલા આપનું પૂજન કર્યું અને આપની કૃપાથી લંકા જીતી વિભીષણને દાનમાં આપી દીધી.
सहस कमल में हो रहे धारी । कीन्ह परीक्षा तबहीं पुरारी ॥
સહસ કમલ મેં હો રહે ધારી । કીન્હ પરીક્ષા તબહીં પુરારી ॥
[ભાવાર્થ] - ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે કમળ દ્વારા પૂજન કર્યું તો આપે ફૂલોમાં વિરાજમાન રહી પરીક્ષા લીધી.
एक कमल प्रभु राखेउ गोई । कमल नैन पूजन चहँ सोई ॥
એક કમલ પ્રભુ રાખેઉ ગોઈ । કમલ નૈન પૂજન ચહઁ સોઈ ॥
[ભાવાર્થ] - જ્યારે આપે એક કમળનું ફૂલ આપની માયાથી લુપ્ત કરી દીધું તો શ્રી રામચંદ્રજીને કમલના ફૂલના સ્થાને એમના નયનરૂપી પુષ્પથી આપનું પૂજન કરવા ચાહ્યું.
कठिन भक्ति देखी प्रभु शंकर । भये प्रसन्न दिये इच्छित वर ॥
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર । ભયે પ્રસન્ન દિયે ઇચ્છિત વર ॥
[ભાવાર્થ] - જ્યારે આપે રાઘવેન્દ્રની આ પ્રકારની કઠોર ભક્તિ જોઈ તો પ્રસન્ન થઈ એમને મનોવાંછિત વરદાન પ્રદાન કર્યું.
जय जय जय अनंत अविनाशी । करत कृपा सबके घटवासी ॥
જય જય જય અનંત અવિનાશી । કરત કૃપા સબકે ઘટવાસી ॥
[ભાવાર્થ] - જે અનંત અને અવિનાશી છે, એવાં ભગવાન શંકરજીની જય હો, જય હો, જય હો. બધાના હ્રદયમાં નિવાસ કરનાર આપ બધા પર કૃપા કરતાં રહો.
दुष्ट सकल नित मोहि सतावैं । भ्रमत रहौं मोहि चैन न आवै ॥
દુષ્ટ સકલ નિત મોહિ સતાવૈં । ભ્રમત રહૌં મોહિ ચૈન ન આવૈ ॥
[ભાવાર્થ] - હે શંકરજી ! અને દુષ્ટ મને પ્રતિદિન સતાવે છે. આ કારણે હું ભ્રમિત થઈ જાઉં છું અને મને ચેન (માનસિક શાંતિ) નથી મળતું.
त्राहि त्राहि मैं नाथ पुकारौं । यहि अवसर मोहि आन उबारो ॥
ત્રાહિ ત્રાહિ મૈં નાથ પુકારૌં । યહિ અવસર મોહિ આન ઉબારો ॥
[ભાવાર્થ] - હે નાથ ! આ સાંસારિક બાધાઓથી દુઃખી થઈ હું આપની શરણે આવ્યો છું. આપ આ દુઃખના સમયે આવી મારો ઉદ્ધાર કરો.
ले त्रिशूल शत्रुन को मारो । संकट ते मोहि आन उबारो ॥
લે ત્રિશૂલ શત્રુન કો મારો । સંકટ તે મોહિ આન ઉબારો ॥
[ભાવાર્થ] - આપ આપના ત્રિશૂલથી મારા શત્રુઓને નષ્ટ કરી મને આ સંકટથી બચાવી આ ભવસાગરમાંથી પાર કરો.
मात-पिता भ्राता सब होई । संकट में पूछत नहीं कोई ॥
માત-પિતા ભ્રાતા સબ હોઈ । સંકટ મેં પૂછત નહીં કોઈ ॥
[ભાવાર્થ] - માતા-પિતા અને ભાઈ આદિ સંબંધી બધા છે પરંતુ તેઓ સુખમાં સાથ હોય છે, સંકટ આવવા પર કોઈ પૂછતું પણ નથી.
स्वामी एक है आस तुम्हारी । आय हरहु मम संकट भारी ॥
સ્વામી એક હૈ આસ તુમ્હારી । આય હરહુ મમ સંકટ ભારી ॥
[ભાવાર્થ] - હે જગતના સ્વામી ! આપ જ છો જેના પર મને આશા લાગી છે ! આપ શીઘ્ર આવી મારા આ ઘોર સંકટને દૂર કરો.
धन निर्धन को देत सदाहीं । जो कोई जाँचे सो फल पाहीं ॥
ધન નિર્ધન કો દેત સદાહીં । જો કોઈ જાઁચે સો ફલ પાહીં ॥
[ભાવાર્થ] - આપ હંમેશા જ નિર્ધનોની સહાયતા કરો છો. જેમણે પણ આપને જેવા જાણ્યાં છે એમણે એવા જ ફળ પ્રાપ્ત કર્યા છે.
अस्तुति केहि विधि करौं तुम्हारी । क्षमहु नाथ अब चूक हमारी ॥
અસ્તુતિ કેહિ વિધિ કરૌં તુમ્હારી । ક્ષમહુ નાથ અબ ચૂક હમારી ॥
[ભાવાર્થ] - મને તો એ પણ ખબર નથી કે આપની પ્રાર્થના-સ્તુતિ કઈ રીતે કરવામાં આવે છે. તેથી હે નાથ ! મારી આ ભૂલને ક્ષમા કરો.
शंकर को संकट के नाशन । विघ्न विनाशन मंगल कारन ॥
શંકર કો સંકટ કે નાશન । વિઘ્ન વિનાશન મંગલ કારન ॥
[ભાવાર્થ] - હે શંકર ભગવાન ! આપ જ સંકટનો નાશ કરનાર છે. સમસ્ત શુભ કાર્યોને કરનાર અને વિઘ્નોને નષ્ટ કરવામાં સમર્થ છે.
योगी यति मुनि ध्यान लगावें । नारद सारद शीश नवावें ॥
યોગી યતિ મુનિ ધ્યાન લગાવેં । નારદ સારદ શીશ નવાવેં ॥
[ભાવાર્થ] - યોગીરાજ, યતિ અને મુનિરાજ હંમેશા આપનું ધ્યાન કરે છે. નારદજી અને સરસ્વતીજી આપને જ મસ્તક નમાવે છે.
नमो नमो जय नमः शिवाय । सुर ब्रह्मादिक पार न पाय ॥
નમો નમો જય નમઃ શિવાય । સુર બ્રહ્માદિક પાર ન પાય ॥
[ભાવાર્થ] - “ૐ નમઃ શિવાય” પંચાક્ષર મંત્રનો નિરંતર જાપ કરીને પણ બ્રહ્મા આદિ દેવતાઓને આપનો પાર નહીં પામ્યો.
जो यह पाठ करे मन लाई । ता पर होत हैं शम्भु सहाई ॥
જો યહ પાઠ કરે મન લાઈ । તા પર હોત હૈં શમ્ભુ સહાઈ ॥
[ભાવાર્થ] - જે પ્રાણી આ શિવ ચાલીસાનું મન લગાવી અને નિષ્ઠા પૂર્વક પાઠ કરે છે, ભગવાન શંકર એની સહાયતા કરે છે અને એની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
ऋनियाँ जो कोइ को अधिकारी । पाठ करे सो पावनहारी ॥
ઋનિયાઁ જો કોઇ કો અધિકારી । પાઠ કરે સો પાવનહારી ॥
[ભાવાર્થ] - જો ઋણી આ ચાલીસાનો પાઠ કરે તો તે ઋણ મુક્ત થઈ જાય છે.
पुत्र होन कर इच्छा कोई । निश्चय शिव प्रसाद तेहि होई ॥
પુત્ર હોન કર ઇચ્છા કોઈ । નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ ॥
[ભાવાર્થ] - પુત્રહીન વ્યક્તિ જો પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી પાઠ કરે છે તો નિશ્ચિત જ શિવજીની કૃપાથી એને પુત્ર પ્રાપ્ત થાય છે.
पण्डित त्रयोदशी को लावै । ध्यान पूर्वक होम करावै ॥
પણ્ડિત ત્રયોદશી કો લાવૈ । ધ્યાન પૂર્વક હોમ કરાવૈ ॥
[ભાવાર્થ] - પ્રત્યેક માસની ત્રયોદશી (તેરસ) ના દિવસે ઘરે પંડિત બોલાવી શ્રદ્ધાપૂર્વક પૂજન અને હવન કરવું જોઈએ.
त्रयोदशी व्रत करै हमेशा । तन नहिं ताके रहै कलेशा ॥
ત્રયોદશી વ્રત કરૈ હમેશા । તન નહિં તાકે રહૈ કલેશા ॥
[ભાવાર્થ] - ત્રયોદશીનું વ્રત કરનાર વ્યક્તિના શરીર અને મનમાં કોઈ ક્લેશ (દુઃખ) નથી રહેતું.
धूप दीप नैवेद्य चढ़ावै । शंकर सम्मुख पाठ सुनावै ॥
ધૂપ દીપ નૈવેદ્ય ચઢ઼ાવૈ । શંકર સમ્મુખ પાઠ સુનાવૈ ॥
[ભાવાર્થ] - ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજન કરી શંકરજીની પ્રતિમા કે ચિત્ર સામે બેસી આ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
जन्म-जन्म के पाप नसावै । अंत धाम शुवपुर में पावै ॥
જન્મ-જન્મ કે પાપ નસાવૈ । અંત ધામ શુવપુર મેં પાવૈ ॥
[ભાવાર્થ] - આ પ્રકારે પાઠ કરનારના જન્મ-જન્માંતરના પાપો નષ્ટ થઈ જાય છે અને અંતમાં તે શિવધામમાં જઈ વસે છે અર્થાત્ તે મોક્ષ પ્રાપ્ત કરે છે.
कहत अयोध्या आस तुम्हारी । जानि सकल दुःख हरहु हमारी ॥
કહત અયોધ્યા આસ તુમ્હારી । જાનિ સકલ દુઃખ હરહુ હમારી ॥
[ભાવાર્થ] - અયોધ્યાદાસજી કહે છે કે હે શંકરજી ! અમને આપની આશા છે. મારા સમસ્ત દુઃખોને દૂર કરી આપ અમારી મનોકામના પૂર્ણ કરો.
नित नेम कर प्रातः ही पाठ करो चालीसा ।
तुम मेरी मनोकामना, पूर्ण करो जगदीश ॥
નિત નેમ કર પ્રાતઃ હી પાઠ કરો ચાલીસા ।
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશ ॥
[ભાવાર્થ] - પ્રાતઃકાળ નિત્યકર્મ પશ્ચાત આ શિવ ચાલીસાનો ચાલીસ વાર પ્રતિદિન પાઠ કરવાથી ભગવાન મનોકામના પૂર્ણ કરે છે.
मंगसर छठि हेमंत ऋतु, संवत चौदस जान ।
स्तुति चालीसा शिवहिं, पूर्ण कीन कल्याण ॥
મંગસર છઠિ હેમંત ઋતુ, સંવત ચૌદસ જાન ।
અસ્તુતિ ચાલીસા શિવહિં, પૂર્ણ કીન કલ્યાણ ॥
[ભાવાર્થ] - હેમંત ઋતુ, માગશર માસની છઠ્ઠી તિથિ સંવત ૬૪ માં આ ચાલીસા રૂપી શિવ સ્તુતિ લોક કલ્યાણ હેતુ પૂર્ણ થઈ.
English Transliterate
Dohā-
Jaya gaṇesh girijā suvana, maganla mūl sujāna
Kahat ayodhyādās tuma, deu abhaya varadāna.
Jaya girijāpati dīnadayāla
Sadā karat santan pratipālā
Bhāl chandramā sohat nīke
Kānan kunḍal nāgafanī ke
Anga gaur sir ganga bahāyemuḷḍamāl tan kṣhār lagāye
Vastra khāl bāghambar sohe
Chhavi ko dekhī nāg muni mohe
Mainā mātu kī have dulārī
Vān anga sohat chhavi nyārī
Kar trishul sohat chhavi bhārī
Karat sadā shatrun kṣhayakārī
Nanḍi gaṇesh sohai tahan kaise
Sāgar madhya kamal hai jaise
Kārtik shyām aur gaṇarāu
Yā chhavi ko kahī jāt n kāu
Devan jabahī jāya pukārā
Tab hī du:kha prabhu āp nivārā
Kiyā upadrav tārak bhārīdevan sab mili tumahī juhārī
Turat ṣhaḍāyan āp paṭhāyau
Lav nimeṣh mahan māri girāyau
Āp jalandhar asur sanhārā
Suyash tumhār vidit sansārā
Tripurāsun san yudhdha machāī
Tab hī kṛupā kar līn bachāī
Kiyā tapahi bhāgīrath bhārī
Pūrva pratijnyā tāsu purārī
Dānin mahan tum sam kou nāhī
Sevak stuti karat sadāhī
Dev māhī mahīmā tab gāī
Akath anādi bhed nahī pāī
Pragaṭī udadhi manthan te jvālājarat surāsur bhae vihālā
Kīnha dayā tahan karī sahāī
Nīlakanṭha tav nām kahāī
Pūjan rāmachanndra jab kīnhā
Jīt ke lanka vibhīṣhaṇ dīnhā
Sahas kamal me ho rahe ghārī
Kīnha parīkṣhā tabahī purārī
Ek kamal prabhu rākheu joī
Kamal nayan pūjan chahan soī
Kaṭhin bhakti dekhī prabhu shankara
Bhaye prasanna diye īchchhit vara
Jaya jaya jaya ananta avināshī
Karat kṛupā sabake ghaṭ vāsī
Duṣhṭa sakal nit mohī satāve
Bhramat rahau mohī chen n āve
Trāhī trāhī me nāth pukāro
Ye hī avasar mohī ān ubāro
Lai trishul shatrun ko māro
Sankaṭ te mohī ān ubāro
Mātā-pitā bhrātā sab hoī
Sankaṭ me pūchhat nahī koī
Svāmī ek hai ās tumhārīāya hurahu mam sankaṭ bhārī
Dhan nirdhan ko det sadā hī
Jo koī jānche so fal pāhī
Astut kehī vidhi karai tumhārī
Kṣhamahū nāth ab chūk hamārī
Shankar ho sankaṭ ke nāshana
Mangal kāraṇ vidhna vināshana
Yogī yati muni dhyān lagāve
Shārad nārad shīsh navāvai
Namo namo jaya nama: shivāya
Sur brahmādik pār n pāya
Jo yah pāṭh kare man lāī
Tā par hote hai shambhu sahāī
Hrunīyā jo koī ho adhikārī
Pāṭh kare so pāvan hārī
Putra hon kī īchchhā joī
Nishchaya shiv prasād tehi hoī
Panḍit trayodashī ko lāve
Dhyānapūrvak hom karāve
Trayodashī vrat kare hameshā
Tāke tan nahī rahe kleshā
Dhūp dīp naived chaḍhāveshankar sammukh pāṭh sunāve
Janma janma ke pāp nasāve
Antadhām shivapur me pāve
Kahai ayodhyādās ās tumhārī
Jāni sakal dukh harahu hamārī
Dohā-
Nit nem kar prāt hī, pāṭh karo chālīsā
Tum merī manokāmanā, pūrṇa karo jagadīshāmagasir uṭhī hemanta hrutu, sanvat chausaṭh jāna
Stuti chālīsā shivahīn, pūrṇa kīn kalyāṇa